• Gujarati News
  • National
  • ખોટા દસ્તાવેજના આધારે લોન લેતા ખેડૂત સાથે 5 વિરુદ્ધ ફરિયાદ

ખોટા દસ્તાવેજના આધારે લોન લેતા ખેડૂત સાથે 5 વિરુદ્ધ ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનસુરાના શીવપુરા કંપા ઘટના| 11.25 લાખનું કૌભાંડ

ધનસુરાતાલુકાના શીવપુરા કંપા ખેડૂત દ્વારા ખોટા દસ્તાવેજ રજુ કરી બેન્કમાંથી 11.25 લાખની લોન મેળવવામાં આવી હતી. જેમાં સરવે 689 નંબર સેડ બનાવ્યા છે. જેની જગ્યાએ સહિયારો 672 સરવે નંબર દર્શવામાં આવ્યો હતો.

જેમાં શેડ હોવાનુ દર્શાવીને વેલ્યુએશન સર્ટી તેમજ કમ્પલીટ સર્ટી તથા એસટીમેન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં કમલેશભાઇ પટેલ રહે. ધનસુરા ઓધવ વિધામંદિર નજીક (એન્જી-કોન્ટ્રાકટર) અને માર્ગેશભાઇ એન.પટેલ રહે.મહાવીરનગર, હિંમતનગર જે બન્ને વ્યક્તિએ હોદ્દાનો દુરઉપયોગ કરીને ખોટા દસ્તાવેજ બનાવામાં મદદ કરી હતી.

જેના આધારે શિણોલ શાખાની બેન્ક ઓફબરોડામાંથી 11.25 લાખની લોન લેવામાં આવી હતી. જેમાં બટાકાના ગ્રેડીંગનો સેડ હોવાને લઇ 6.25 લાખની સબસીડી પણ પાસ કરવામાં આવી હતી. જેની જાણ છગનભાઇને થતા સહિયારા સરવે નબર લોનની તપાસ કરવા માટે બેન્કમાં દોડી ગયા હતા.જેની તપાસ કરતા ખબર પડી કે 11/02/2013થી 10/02/2014 સુધીના સમય ગાળામાં કૌભાંડ આચરવામાં આવ્યુ છે. તેને લઇ છગનભાઇ પટેલે કેશુભાઇ હરજીભાઇ પટેલ, મનોજભાઇ કેશુભાઇ પટેલ, કનુભાઇ કેશુભાઇ પટેલ રહે તમામ શીવપુરા કંપા, કમલેશભાઇ પટેલ ધનસુરા, માર્ગેશભાઇ પટેલ હિંમતનગર તમામ વ્યક્તિ વિરુદ્ધ ધનસુરા પોલીસ મથક ઉપર ફરીયાદ નોધાઇને તપાસ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...