• Gujarati News
  • National
  • ગાંભોઇની કોલેજ ખાતે વાર્ષિકોત્સવ દિક્ષાંત અને ઇનામ વિતરણ કાર્યક્રમ

ગાંભોઇની કોલેજ ખાતે વાર્ષિકોત્સવ દિક્ષાંત અને ઇનામ વિતરણ કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંભોઇસ્થિત સરકારી વિનયન અને વાણિજય કોલેજનો પ્રથમ વાર્ષિકોત્સવ, દિક્ષાન્ત સમારોહ અને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ સોમવારે યોજાયો હતો.

પૂર્વ સાંસદ ર્ડા.મહેન્દ્રસિંહ ચૌહાણ, દર્શન યોગમહા વિદ્યાલયના સ્વામી ધ્રુવદેવજી પરિવ્રાજક, ર્ડા.એલ.પી.પટેલ, ર્ડા.કેસરીસિંહ પરમાર તથા કોલેજ પરિવારની ઉપસ્થિતિમાં યોજાયેલ ત્રિવિધ કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો, અનુભવ કથન અને વ્યાખ્યાન સહિતના કાર્યક્રમો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં સપ્તધારા, એન.એસ.એસ. વગેરે અંતર્ગત આયોજીત 20થી પણ વધુ સ્પર્ધાઓમાં વિજેતાઓને પ્રમાણપત્ર, શિલ્ડ અને પુસ્તકો આપી સન્માનિત કરાયા હતા. કોલેજના અંતિમ વર્ષની વિદ્યાર્થીનીઓને દિક્ષાન્ત આર્શીવચન, તિલક, પુષ્પગુચ્ચ અને પુસ્તકો આપી વિદાય આપવામાં આવી હતી. કોલેજના આચાર્ય બી.એમ.ગાંધીએ કોલેજના સર્વાંગી વિકાસ માટે પ્રેરણા અને સહાયતા આપવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...