તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધોરણ.10 12ના 30,426 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરણ.10-12ના 30,426 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતમાધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલ ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સોમવારે ધોરણ-10નું ગણિતનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ રાજીના રેડ થઇ ગયા હતા. આજે બંને સેશનમાં ધોરણ-10ના 27220 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના 3206 મળી કુલ 30426 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

બોર્ડની પરીક્ષાઓ એકંદરે શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે ત્યારે સોમવારે ધોરણ-10નું ગણિતનું પેપર હાથમાં આવતા પેપર સહેલુ જોઇને વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો હતો. સતત ત્રીજુ પેપર સહેલુ નીકળતાં પરીક્ષાખંડની બહાર નીકળતા વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ સમાતો હતો. એમ.સી.કયુ. વિભાગ સહેલો નીકળ્યો હતો, જયારે બીજા વિભાગમાં પાયથાગોરસનો પ્રતિપ્રમય અને વર્તુળ સ્પર્શક પ્રમય પૂછાયો હતો. જયારે લઘુત્રિકોણ માટે ક્ષેત્રફળનું સૂત્ર સાબિત કરવા અને રેખાખંડનું વિભાજનની રચના પૂછાઇ હતી. સામાન્ય પ્રવાહનું અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહમાં ગણિતનું પ્રશ્નપત્ર પણ એકંદરે સરળ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતું.

ધોરણ-10માં ગુજરાતી મીડીયમના 27205, અંગ્રેજી મીડીયમના 350 અને સંસ્કૃત પાઠશાળાના 15 તથા ધોરણ-12 સામાન્ય પ્રવાહના 2217 અને વિજ્ઞાન પ્રવાહના 989 મળી કુલ 30426 વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હોવાનું શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો