તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હિંમતનગરનગરપાલિકા દ્વારા મિલ્કત વેરાના બાકીદારો વિરૂધ્ધ સખ્તાઇ પૂર્વકની કાર્યવાહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરનગરપાલિકા દ્વારા મિલ્કત વેરાના બાકીદારો વિરૂધ્ધ સખ્તાઇ પૂર્વકની કાર્યવાહી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરનગરપાલિકા દ્વારા મિલ્કત વેરાના બાકીદારો વિરૂધ્ધ સખ્તાઇ પૂર્વકની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સોમવારે બે મિલ્કતોને સીલ તેમજ 10 નળ કનેકશન કાપવાની કાર્યવાહી કરવામાં આવતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.

અધિકારી હેમંતભાઇ ધુવાડે જણાવ્યુ હતું કે, 31 મી માર્ચ સુધીમાં મિલ્કત વેરાની વસુલાતનો લક્ષ્યાંક 100 ટકા સિધ્ધ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રૂા.5000થી વધુની મિલ્કત વેરાની રકમ બાકી હોય તેવા બાકીદારોને નોટીસ આપવામાં આવી હતી તેમ છતાં રીઢા બાકીદારો સમયસર મિલ્કત વેરાની રકમ જમા કરાવતા તેવા બાકીદારોની મિલ્કત સીલ કરવાની સાથે નળ કનેકશન કાપવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે. જયારે વોર્ડ નં.3 અને વોર્ડ નં.9માં 10 નળ કનેકશનના જોડાણ કાપવામાં આવ્યા હતા. 31મી માર્ચ સુધીમાં તમામ બાકીદારોએ મિલ્કત વેરાની બાકી રકમ નગરપાલિકામાં જમા કરાવે તે માટે વેરા વસુલાત વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વસુલાત ઝૂંબેશની કામગીરી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો