• Gujarati News
  • National
  • પ્રાંતિજ તાલુકા પંચાયતનંુ નવીન મકાન 2.45 કરોડના ખર્ચે બનશે

પ્રાંતિજ તાલુકા પંચાયતનંુ નવીન મકાન 2.45 કરોડના ખર્ચે બનશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ તાલુકા પંચાયતનું નવીન અધતનરૂપમાં 2 કરોડ 45 લાખના ખર્ચે તૈયાર થશે. આ અંગે ટીડીઓ અધ્યક્ષ અને તાલુકા પ્રમુખના જણાવ્યાનુસાર જુનુ મકાન 1964માં બનાવ્યુ હતું. જર્જરીત થઇ જતાં અધ્યક્ષ બહેચરસિંહ રાઠોડ, તાલુકા પ્રમુખ દક્ષાબેન રાઠોડ સરકારમાં ડી.ડી.ઓને જાણ કરી હતી. જે સંદર્ભે તાલુકા પંચાયતની કારોબારીએ ઠરાવ પસાર કરી સરકાર પાસે માંગણી કરી હતી. જેમાં 2.45 કરોડ મંજુર થતા તાલુકા પંચાયતનુ નવીન મકાન બનાવવામાં આવશે. આચાર સંહિતાને લઇ ભવનનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યુ ન હતુ પણ હવે નવીન મકાનનું કામ ચાલી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...