તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભિલોડાના મઉ રોડ પર કાર બાઈક ટાકરાતા એકને ઇજા

ભિલોડાના મઉ રોડ પર કાર બાઈક ટાકરાતા એકને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડાનામઉ રોડ પર કાર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા બાઈક સવારને ઇજા થતાં કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં વધુ સારવાર માટે હિંમતનગર રીફર કર્યો હતો. બનાવ અંગે ભિલોડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે, ભિલોડાના મઉ રોડ પર મારૂતિ શિફ્ટ ગાડી (નંબર-GJ 09 BB 6133) ના ચાલકે પોતાની ગાડી મોટરસાઇકલ (નંબર-GJ 27 H 6734) ના ચાલક અમિતભાઇ ભરવાડને ટક્કર મારી રોડ પર પાડી દઈ શરીરે ઇજા કરી હતી. ઈજાગ્રસ્ત અમિતભાઇ ભરવાડને 108 મારફતે ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં શરીરે વધુ ઇજા થયેલી હોવાથી તેને હિંમતનગર ખસેડાયો હતો. બનાવ અંગે ભિલોડા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...