તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઇલોલમાં જાહેર શૈચાલયની માંગ સાથે રજૂઆત

ઇલોલમાં જાહેર શૈચાલયની માંગ સાથે રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇલોલમાંદસ હજારથી વધુની વસ્તી હોવા છતાં અને મોટામાં મોટુ ગામ હોવા છતાં જાહેર મૂતરડી કે જાહેર શૌચાલયની સુવિધા નથી. ગ્રામ પંચાયતમાં સરપંચ, તલાટી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. સોમવારે ગ્રામજનોએ ટીડીઓ સમક્ષ રજૂઆત કરી ઇલોલ ગામના પહાડીયા વિસ્તાર, પાણીની ટાંકી, નવું બસસ્ટેન્ડ ગમે તે જાહેર જગ્યાએ સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી. સ્વચ્છ ભારત અને ખુલ્લામાં શૌચમુક્ત વિસ્તારો જાહેર કરવાની વાતો વચ્ચે દસ હજારની વસ્તી ધરાવતા મોટામાં મોટા ગામમાં જાહેર શૌચાલય કે જાહેર મૂતરડી નથી તે તંત્ર માટે વિચારવા જેવી બાબત છે.

અન્ય સમાચારો પણ છે...