તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિપક્ષના 12 સભ્યોએ સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો, વિપક્ષનો પ્રયાસ નિષ્ફળ

વિપક્ષના 12 સભ્યોએ સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો, વિપક્ષનો પ્રયાસ નિષ્ફળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા સોમવારે બપોરે બાર વાગ્યે ઇમરાનભાઇ મલેક,ટીડીઓ કે.કે.જોષીની ઉપસ્થિતિમાં યોજાઇ હતી અને 11 સભ્યોની હાજરીમાં શરૂ કરવામાં આવેલ સામાન્ય સભા ની કામગીરી સાતેક મિનિટમાં આટોપી લેવાઇ હતી તે દરમિયાન વધુ એક સદસ્યએ હાજરી પુરાવી હતી. સામાન્ય સભામાં ગત મિટીંગમાં થયેલી કાર્યવાહી અને નોંધોને બહાલી આપવામાં આવી હતી તથા સામાન્ય સભામાં હાજર રહેનાર એસટી અને વિદ્યુતબોર્ડના અધિકારીઓનો ખૂલાસો પૂછવા ઠરાવ કરાયો હતો.

30 સદસ્યો ધરાવતી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 18 પૈકી 12 સદસ્યો હાજર રહ્યા હતા અને 6 ગેરહાજર રહ્યા હતાં. જ્યારે વિપક્ષના 12 સભ્યોએ સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો હતો. સામાન્ય સભા કોરમ કરાવવા તાલુકા પંચાયત પ્રમુખને ભારે મહેનત કરવી પડી હતી અને સભાને નોન કોરમ કરાવવાનો વિપક્ષનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હોવાનુ ચર્ચાઇ રહ્યું હતું.

સામાન્ય સભાનો બહિષ્કાર કરી વિરોધ પક્ષના નેતા પ્રકાશચંદ્ર મગનલાલ વૈદે ટીડીઓને આવેદનપત્ર આપી જણાવ્યુ હતુ કે, નિયત તારીખે ટપાલ દ્વારા મિટીંગની જાણ કરવામાં આવતી નથી. એજન્ડામાં પ્રોસીડીંગનું લખાણ હોતુ નથી સીધી બહાલી આપી દેવાતા કામ વિશે જાણકારી મળતી નથી.

આયોજનનાં કામોમાં એક જ્ઞાતિ સમૂહના ગામોમાં કામની ફાળવણી કરવામાં આવે છે તથા પ્રમુખ અન્યના માર્ગદર્શન હેઠળ કામ કરતા હોવાથી સભાનો બહિષ્કાર કરવા મજબૂર બન્યા છે.

વિપક્ષ દ્વારા દર વખતે ગમે તે કારણોસર વિરોધ કરાઇ છે

સભાકોરમ થઇ હતી.કોંગ્રેસના સોમવારે બીજા કાર્યક્રમો હોવાથી અન્ય સદસ્યો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.વિરોધ પક્ષ દ્વારા દર વખતે ગમે તે કારણોસર વિરોધ કરવામાં આવે છે. > ઇમરાનભાઇમલેક,પ્રમુખ,તાલુકા પંચાયત

અન્ય સમાચારો પણ છે...