તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિંમતનગરમાં સમી સાંજે વરસાદી ઝાપટંુ

હિંમતનગરમાં સમી સાંજે વરસાદી ઝાપટંુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉ.ગુ.માં 14 મીથી એક સપ્તાહ સુધી મુશળધાર વરસાદ પડશે

રાજસ્થાનમાંબનેલા અપરએર સાયક્લોન સરક્યુલેશનને લઇ આગામી 14 જુલાઇથી ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થશે. સિસ્ટમ એક સપ્તાહ સુધી રહેવાના કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદ રહેશે તેવું ડીસા હવામાન વિભાગના મૌસમ વૈજ્ઞાનિકે જણાવ્યું છે.

જુલાઇ માસના પ્રારંભમાં બનેલા અપરએર સાયક્લોન સરક્યુલેશનને લઇ ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહ્યો હતો, તેમજ સરેરાશ 30 ટકા જેટલો વરસાદ વરસતાં ચોમાસાની શરૂઆત ઉત્તર ગુજરાતના ખેડૂતો અને સામાન્ય પ્રજા માટે સારી એવી રહી હતી. ત્યાર બાદ હવે ચોમાસાનો બીજો તબક્કો શરૂ થવા જઇ રહ્યો હોય તેમ રાજસ્થાનથી દક્ષિણ ભારતના પટ્ટામાં હાલમાં 2 અપરએર સાયક્લોન સરક્યુલેશન બન્યાં છે. એમાંય રાજસ્થાનમાં થયેલી સિસ્ટમની અસર સમગ્ર રાજ્ય સાથે ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં પણ રહેશે. જે અંતર્ગત આગામી 14 જુલાઇથી એક સપ્તાહ સુધી સાર્વત્રિક મુશળધાર વરસાદ રહેશે. સપ્તાહ દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાતમાં સરેરાશ 30 ટકાથી વધુ વરસાદ વરસી શકે છે તેવું ડીસા હવામાન વિભાગના મૌસમ વૈજ્ઞાનિક મહેન્દ્રભાઇ ચૌધરીએ જણાવ્યું હતું.

હિંમતનગરમાં સપ્તાહના વિરામ બાદ વરસાદી માહોલ છવાયો હતો અને સોમવારે સમી સાંજના એક-એક વરસાદી ઝાપટા પડતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઇ હતી. -તસવીર-અશોક રાવલ

અન્ય સમાચારો પણ છે...