• Gujarati News
  • National
  • 2 ઓક્ટોબર સુધીમાં શહેરને રખડતા ઢોર મૂક્ત કરવા લક્ષ્યાંક

2 ઓક્ટોબર સુધીમાં શહેરને રખડતા ઢોર મૂક્ત કરવા લક્ષ્યાંક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલેક્ટરનાઅધ્યક્ષસ્થાને શુક્રવારે ચીફ ઓફીસર સાંજે પાલિકા કાઉન્સીલરો, માલધારીઓની મળેલી મિટીંગમાં શહેરના તમામ પશુઓનું રજીસ્ટ્રેશન કરી નધણીયાતા પશુઓને પાંજરાપોળમાં મોકલી આપવા નિર્ણય કરવામાં આવ્યો હતો અને 2જી ઓક્ટોબર સુધીમાં શહેરને રખડતા પશુઓની સમસ્યાથી મૂક્ત કરવાનુ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યુ હતું.

કલેક્ટર સ્વરૂપ.પી.ના અધ્યક્ષ સ્થાને શુક્રવારે સાંજે પાલિકા ચીફ ઓફીસર,પાલિકા કાઉન્સીલરો અને માલધારીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલ મીટીંગમાં ચીફ ઓફીસર પાચાભાઇ માળીએ રખડતા ઢોર અંગે ન.પા.અધિનિયમ અને પોલીસ કાયદાની માહીતી આપી હતી અને કાયદાની જોગવાઇઓ અનુસાર કાર્યવાહી કરવાનુ જણાવ્યુ હતુ.કલેક્ટર સ્વરૂપ.પી.એ માલધારીઓને તેમના પશુઓનુ રજીસ્ટ્રેશન કરવવા અને ટેગીંગ કરવા જણાવ્યુ હતુ તથા શરૂઆતમાં નધણીયાતા પશુઓ પકડી પાંજળાપોળમાં મોકલી આપવા જણાવ્યુ હતુ. જેમાં માલધારીઓએ સહમતી બતાવી હતી. તમામ પશુઓનુ માલીક સાથે ફોટો પાડી રજીસ્ટ્રેશન કરવામાં આવશે તથા પશુઓ માટે અલગ જગ્યા માટે માલધારીઓએ સૂચન કરતાં બે જગ્યા ફાળવવા જણાવાયુ હતુ. માલધારીઓએ અત્યારે સહયોગ આપવાનુ કહ્યુ છે.

14 ઢોર પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા

શુક્રવારેસાંજે માલધારીઓ સાથે મીટીંગ થયા બાદ તેમના સહયોગથી ગુરૂવારે રાત્રે પકડેલ 11 પશુઓ પૈકી 7 અને શુક્રવારે રાત્રે 5 આખલા તથા અન્ય 2 પશુ મળી કુલ 14 પશુઓને ઇડર પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...