ભાસ્કર ન્યૂઝ | હિંમતનગર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | હિંમતનગર

જુલાઇમાસના અંતિમ ચરણમાં વરસાદે બધડાટી બોલાવતાની સાથે શાકભાજીના ભાવ પૂરના પાણીની ગતિએ ઉચકાઇ રહ્યા છે. બે સપ્તાહ અગાઉ સરેરાશ રૂ. 20 થી 30 પ્રતિકિલોના ભાવે મળતા શાકભાજીના ભાવ સાતમ- આઠમના તહેવાર ટાણે રૂ.60-80 ને આંબી જતા ગૃહિણીઓ હતપ્રભ બની ગઇ છે મોંઘવારી ક્યાં જઇને અટકશે તે તેમને સમજાતુ નથી.

સાતમ આઠમના તહેવારોનુ કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયુ છે રવીવારે રાંધણ છઠ છે. છેલ્લા પંદર દિવસમાં શાકભાજીના ભાવમાં 50 થી 100 ટકાનો વધારો થયો છે. દસ દિવસ અગાઉ વરસાદને કારણે શાકભાજી બગડી ગયાનું કારણ આપતા વેપારીઓ અત્યારે ભાવ વધવાનુ સાચુ કારણ આપી શકતા નથી. તમામ શાકભાજીના પ્રતિકિલોના ભાવ રૂ.50 થી માંડી 80-100 થઇ ગયા છે.લીલા મરચા, ધાણા ના ભાવ પણ રૂ.100 થઇ ગયા છે. શાક માર્કેટના વેપારી મુકેશભાઇ ભાટે જણાવ્યુ હતુ કે, વરસાદ અને તહેવારોને કારણે ભાવ વધ્યા છે તદ્દપરાંત બે દિવસ માર્કેટ બંધ રહેવાનુ છે તેની પણ અસર થઇ છે.

તહેવારો ટાંણે વેપારીઓ લૂંટી ચલાવી

શાકભાજીના ભાવ

શાક ભાવ

દૂધી50-60

ટીંડોળા 60-80

ભીંડા 60-70

પરવળ 40-50

ચોળી 110-120

ગવાર 50-60

કોબીજ 40-50

ફૂલેવર 100-110

શાકભાવ

મેથી70-80

વાલોર 70-80

વટાણા 80-100

કારેલા 50-60

ધાણા 50

મરચા 60-80

કંકોડા 80-100

આદુ 50-60

અન્ય સમાચારો પણ છે...