તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોશીનામાં સરપંચ વિરુદ્ધની દરખાસ્ત મામલે જૂથ અથડામણ

પોશીનામાં સરપંચ વિરુદ્ધની દરખાસ્ત મામલે જૂથ અથડામણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે સામ સામી ફરિયાદ નોંધી 30 વિરુધ્ધ ગુન્હો દાખલ કર્યો

ઇડરતાલુકાના પોશીનામાં સરપંચ વિરુધ્ધની અવિશ્વાસની દરખાસ્તની અદાવત રાખી સોમવારે જૂથ અથડામણ જેવી સ્થિતિ સર્જાયા બાદ જાદર પોલીસે સામસામી ફરીયાદ નોંધી કુલ 30 જણા વિરુધ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.

ઇડર તાલુકાના પોશીનામાં સોમવારે સવારે નવેક વાગ્યાના સુમારે નટવરભાઇ હીરજીભાઇ અસારી,જગુભાઇ સૂકાભાઇ નીનામા, બચુભાઇ હીરાભાઇ નિનામા,કાન્તીભાઇ રત્નાભાઇ ખરાડી, ભૂરાભાઇ ધૂળાભાઇ માલવીયા,ચંદુભાઇ વીરજીભાઇ ડામોર, શશીકાન્ત જગુભાઇ નીનામા, જગદીશભાઇ જગુભાઇ નિનામા, કમલેશભાઇ નિનામા, રમીલાબેન કાળાભાઇ નિનામા,મગનભાઇ રુપાભાઇ કટારા, રામજીભાઇ બબાભાઇ અસારી, વશરામભાઇ ગમુભાઇ નિનામા અને મીરાબેન બાબુભાઇ અસારીએ સરપંચ વિરુધ્ધની અવિશ્વાસની દરખાસ્તની અદાવત રાખીને જોરશોરથી બૂમો પાડી અમારા સરપંચ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત કેમ કરેલ છે તે કહી નરેશભાઇ નાથાભાઇ પટેલને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

આની વિરુધ્ધ મીરાબેન બાબુભાઇ અસારીએ ફરીયાદ નોંધાવી હતી કે મંગળવારે સવારે નવેક વાગ્યે નરેશભાઇ નાથાભાઇ પટેલ, નરસિંહભાઇ પટેલ, કમળાબેન નરસિંહભાઇ પટેલ, હેતલબેન હરેશભાઇ પટેલ, હરેશભાઇ પટેલ,સોમસિંહ હિમતસિંહ ચૌહાણ, મુકેશભાઇ સોલંકી, બકુલભાઇ ખીમજીભાઇ ખરાડી, ભૂરજીભાઇ ખરાડી, બચુભાઇ અસારી, મુકેશભાઇ બચુભાઇ અસારી , મૌકીતકુમાર પટેલ,ભાર્ગવકુમાર પટેલ, કૈલાશબેન નરેશચંદ્ર પટેલ,દિનેશચંદ્ર ધરમચંદ્ર પટેલ અને લાલજીભાઇ રામાભાઇ પટેલ ને અવિશ્વાસની દરખાસ્ત બાબતે પૂછવા જતાં જાતિ વિષયક બિભત્સ શબ્દો ઉચ્ચારી સરપંચ પદ નહી છોડો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...