તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાયગઢ પ્રતાપસાગર તળાવમાં માછીમારીનો નિર્ણય કરાતા રોષ

રાયગઢ પ્રતાપસાગર તળાવમાં માછીમારીનો નિર્ણય કરાતા રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાવ કિનારે રાજ્યની એક માત્ર ત્રણકુંડી ધરાવતી યજ્ઞશાળા છે : ધાર્મિક લાગણી દૂભાઇ રહી છે

હિંમતનગરતાલુકાના રાયગઢમાં ડુંગરોની તળેટીમાં આવેલ પ્રતાપસાગર તળાવમાં માછીમારીનો નિર્ણય કરવામાં આવતા ધાર્મિક લાગણી દૂભાઇ છે.અને વિરોધના સૂર ઉભા થયા છે. રાજ્યની એકમાત્ર ત્રણ કુંડી અગ્રિકુંડની યજ્ઞશાળા તળાવને કિનારે હોવાથી રોષ ચરમે પહોંચતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે.

ડુંગરો વચ્ચે આવેલ અને પ્રાકૃતિક સોંદર્યથી ભરપૂર રાયગઢ પ્રતાપગઢ તળાવ જોતા મન મોહી લે તેવુ આકર્ષણ ધરાવે છે. ચોમાસાની ઋતુમાં ડુંગર લીલીછમ હરીયાળીથી લહેરાય છે. સ્થાનિક લોકો પ્રતાપસાગર તળાવની ભૂમિને પવિત્ર માને છે.જિલ્લાજનો માટે આર્કષણનુ કેન્દ્ર બની રહેલ સ્ટેટ વખતનુ કુદરતી પ્રતાપસાગર તળાવ ઉપર મત્સ્યોદ્યોગ વિભાગ નો ડોળો જતા માછીમારીની આવક કરવાનો ઇરાદો જાહેર થતાં સ્થાનિક લોકોમાં રોષ પેદા થયો છે. બારેમાસ પાણીનો સ્ત્રોત ધરાવતા તળાવમાં માછીમારી કરવા ઇજારો આપવા ટેન્ડર બહાર પાડવામાં આવતાં લોકોની ધાર્મિક લાગણીને નજર અંદાજ કરનાર તંત્ર વિરુધ્ધ હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે. અને પવિત્ર માનવામાં આવતા સરોવરને અપવિત્ર કરવાના કારસાને પડકારવામાં આવ્યો છે.

પ્રતાપ સાગર તળાવને વિકસાવવાના પ્રોજેક્ટ પાછળ સિંચાઇ વિભાગે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ વિકાસના નામે એક પથ્થર પણ મૂક્યો નથી અગાઉ પ્રવાસીઓ ઉમટી પડવાની વાતો કરવામાં આવી હતી પરંતુ તમામ દાવાઓ પોકળ નીકળ્યા છે.પ્રતાપસાગર તળાવને કિનારે 85 વર્ષ જૂની ગુજરાતની એક માત્ર ત્રણ કુંડી યજ્ઞશાળા આવેલી છે તેની સાથે પૌરાણીક વૈજનાથ મહાદેવ મંદિર આવેલુ છે 300 જેટલા બ્રાહ્મણ પરીવારો રહે છે.

અન્ય સમાચારો પણ છે...