તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ સેન્ટ્રલ જેલમાં રવિ પટેલને પારણાં કરાવાયાં

અમદાવાદ સેન્ટ્રલ જેલમાં રવિ પટેલને પારણાં કરાવાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તબિયત લથડતાં પાસ ટીમે સમજાવ્યો

પાસકન્વીનર રવી પટેલે અનસન શરૂ કર્યા બાદ અમદાવાદ શીફ્ટ કરવામાં આવ્યા બાદ કોરકમીટીના સભ્યોએ મંગળવારે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં રવી પટેલને સમજાવીને પારણા કરાવ્યા હતા.

રવી પટેલની સોમવારે મધ્યરાત્રિએ પોલીસે અટકાયત કર્યા બાદ રીમાન્ડ મેળવી 7/07/17 નારોજ સબજેલમાં મોકલવોનો હૂકમ થયા બાદ રવી પટેલે અનશન શરૂ કર્યા હતા.

હિંમતનગર સબજેલમાં અનશન માટે અલાયદોરૂમ,મેડીકલ ફેસીલીટી વગેરે સુવિધા હોવાને કારણે જેલ અધિકારીએ કોર્ટના માર્ગદર્શન હેઠળ રવીવારે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં શીફ્ટ કરવામાં આવ્યા બાદ પણ તેણે અનશન ચાલુ રાખ્યા હતા.જેને પગલે મંગળવારે કોરકમીટીના વરુણ પટેલ અને દિનેશ બાંભણીયા રવીપટેલને મળ્યા હતા અને સમજાવ્યો હતો કે બે દિવસમાં તારા જામીન ની કાર્યવાહી નહી થાય તો પાટીદાર સમાજ સમક્ષ બાબતને લઇ જવાશે અને સમગ્ર રાજ્યમાં અન્યાય સામે અવાજ ઉઠાવશે .પાસ સમીતીનો નિર્ણય છે કે તારે પારણા કરી લેવા જોઇએ અને કોર્ટના હૂકમની રાહ જોવી જોઇએ વરુણ પટેલે જણાવ્યુ હતુ કે રવી પટેલને સમજાવવામાં સફળતા મળતા તેને મંગળવારે પારણા કરાવ્યા હતા.

તેમણે ઉમેર્યુ હતુ કે પાટીદાર સમાજ સમગ્ર ઘટનાક્રમને બહુ ગંભીરતાથી નોંધ લઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...