તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમરનાથ યાત્રાનુ આયોજન કરનાર શક્તિ ટ્રાવેલ્સના દીલીપભાઇએ જણાવ્યુ હતુ કે

અમરનાથ યાત્રાનુ આયોજન કરનાર શક્તિ ટ્રાવેલ્સના દીલીપભાઇએ જણાવ્યુ હતુ કે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરનાથ યાત્રાનુ આયોજન કરનાર શક્તિ ટ્રાવેલ્સના દીલીપભાઇએ જણાવ્યુ હતુ કે જિલ્લાના તમામ યાત્રીઓ સુરક્ષિત છે અને હાલ બાલતાલ આર્મી કેમ્પમાં સુરક્ષા કારણોસર રોકવામાં આવ્યા છે.

લકઝરી બસના ચાલક રાકેશભાઇ રમણભાઇ સગરે વિગતવાર માહીતી આપતા જણાવ્યુ હતુ કે બનાવના દિવસની સાંજે 35 જેટલા યાત્રીઓ દર્શન કરી પરત આવી ગયા હતા. પરંતુ ચાર પાંચ યાત્રીઓ બાકી હોવાથી રોકાઇ ગયા હતા. સોમવારે મોડી સાંજે બનેલ ઘટનામાં પણ લકઝરીના ચાલકને રોકાઇ જવા કહ્યુ હતુ પરંતુ નીકળી જતાં કમનસીબ ઘટના બની હતી. બાકી ચાર-પાંચ યાત્રીઓ મંગળવારે આવી પહોંચતા નીકળવાનુ હતુ. પરંતુ સુરક્ષા કારણોસર બાલતાલ આર્મી કેમ્પમાં રોકી દેવામાં આવ્યા છે.

હિંમતનગર, કાંકણોલ,વડાલી, તલોદના અઢારેક જણા અહીં છે તેમાંથી રણાસણના બે જણા જમ્મુમાં સલામત છે. બુધવારે સવારે સ્થિતિ સામાન્ય થશે તો અહીંથી પરત આવવા દેવાશે. ગઇકાલ સાંજના આતંકવાદીઓના હૂમલા બાદ બાલતાલ અને જમ્મુમાં ફસાયેલા જિલ્લા ના યાત્રીઓમાં ચિંતા અને ઉચાટ તો છે પરંતુ પરિવારજનોમાં પણ ચિંતાની સાથે સાથે ભારો ભારો ભાર રોષ પ્રર્વતી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...