• Gujarati News
  • National
  • સાબરકાંઠાજિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીઓ આગામી 20 ઓગષ્ટે યોજાનારી

સાબરકાંઠાજિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીઓ આગામી 20 ઓગષ્ટે યોજાનારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠાજિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીઓ આગામી 20 ઓગષ્ટે યોજાનારી છે. 52 ડેલીગેટ માટે યોજાનારી ચૂંટણી માટે 142 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેના અનુસંધાને ગત ચાર ઓગષ્ટે ચુંટણીપત્રકોની ચકાસણી હાથ ધરાતા એક પણ ઉમેદવારનુ ફોર્મ રદ થયુ હતું. શનિવારે પાંચ વાગ્યા સુધીમાં ઉમેદવારી પરત ખેંચવાની આખરી સમયમર્યાદા પૂર્ણ થયા બાદ સંઘ દ્વારા આખરી ઉમેદવારોની યાદી જાહેર કરવા માટે સોમવારનો સમય જાહેર કરાતા ઉમેદવારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉમેદવારોએ પોતાને બીનહરીફ ગણવા કે પછી ચૂંટણી યોજાશે .

જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીને લઇને જિલ્લામાંથી 52 ડેલીગેટો ચૂંટણી આગામી 20 મી ઓગષ્ટના રોજ યોજાનારી છે અને જિલ્લામાંથી 142 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની સમયમર્યાદા 12 ઓગષ્ટે પણ પૂર્ણ થઇ ગયા બાદ પણ ચૂંટણી અધિકારી મગનું નામ મરી પાડવા તૈયાર હતા. જેને લઇને ચૂંટણી પ્રક્રીયા પર પણ સવાલો ઉઠવા લાગ્યા હતા કે, યાદી તુરત કેમ જાહેર કરાતી નથી. ફોર્મ પરત ખેંચવામાં બાકી રહેલ બે ત્રણ ઉમેદવારોને ફોર્મ ખેંચાવવા ફાયનલ યાદી જાહેર કરી નથી અને રવિવારે ફોર્મ પાછા ખેંચાઇ જશે તેવો પણ દાવો કરવામાં આવ્યો હતો.

ચૂંટણી કે બિનહરીફની અસમંજસમાં ઉમેદવારો : શનિવારે સાંજે પાંચ વાગે ફોર્મ પરત ખેંચવાની મુદત પુરી થઇ ગઇ હતી

અન્ય સમાચારો પણ છે...