• Gujarati News
  • National
  • પાટણ કલેક્ટરે ખેડબ્રહ્મા આવી ચેક આપ્યો

પાટણ કલેક્ટરે ખેડબ્રહ્મા આવી ચેક આપ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવસ અગાઉ પાટણ કલેક્ટર કચેરીમાં ચીટનીસનુ ફરજ પર અવસાન થયુ હતુ

પાટણકલેક્ટર કચેરીમાં ચીટનીસ તરીકે ફરજ બજાવતા ખેડબ્રહ્માના વતની કર્મચારીનુ ફરજ દરમિયાન અવસાન થયા બાદ તેમના લ્હેણા નીકળતા નાણાનો ચેક કલેક્ટરે રૂબરૂ ખેડબ્રહ્મા આવી પરીવાર ને સોંપતા કલેક્ટરના માનવતાપૂર્ણ વ્યવહારની પરીવાર ભાવવિભોર બન્યો હતો.

ખેડબ્રહ્માના વતની પંકજ બી જોષીને નાયબ મામલતદારમાંથી બઢતી સાથે પાટણ કલેક્ટર કચેરીમાં ચીટનીસ તરીકે નીમણૂક કરવામાં આવ્યા બાદ ગત ત7 મી ઓગસ્ટે ફરજ દરમિયાન તેમનુ આકસ્મિક અવસાન થયુ હતુ.જેને પગલે ફરજ દરમિયાન તેમનુ આકસ્મિક અવસાન થયુ હતુ. જેને પગલે પરીવાર પર મોટી આફત આવી પડી હતી. કર્મચારીના પરીવાર પર આવી પડેલ આફત અને દુ:ખમાં સહભાગી થવા તથા શ્રધ્ધાંજલિ આપવા પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને અધિક કલેક્ટર ડી.બી.પ્રજાપતિ તથા સાથી કર્મચારીઓ રવીવારે ખેડબ્રહ્મા આવી પહોંચ્યા હતા.અને સરકારમાંથી લ્હેણા નીકળતા નાણા રૂ. 19,78,208 નો ચેક માત્ર 6 દિવસના ગાળામાં સ્વ.પંકજ બી.જોશીના પરીવારને સુપરત કરતાં કલેક્ટરના માનવતા પૂર્ણ વ્યવહારથી પરીવાર ભાવ વિભોર બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...