હિંમતનગર ખાતે પાસની મિટિંગ મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારેસાંજે મોડાસીયા કડવા પાટીદાર સમાજવાડીમાં જિલ્લાભરમાંથી ઉમટેલા પાસ કાર્યકરો સાથે અગામી સમયમાં આપવામાં આવનાર નવીન કાર્યક્રમો અને સામાજીક તથા રાજકીય એજન્ડા નક્કી કરવા ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

ખાસ કરીને ચૂંટણી લક્ષી સેન્સ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા પાસ કન્વીનર રવિ પટેલે જણાવ્યુ હતુ કે, બે વર્ષથી ચાલી રહેલ આંદોલનમાં સક્રિય રહેનાર અનેક યુવાનોને વધુ જવાબદારી આપી વિવિધ હોદ્દા પર નિમણૂંકો આપવામાં આવી છે. જિલ્લામાં 11 સદસ્યોની કોર કમિટીનું ગઠન કરવામાં આવ્યુ છે તથા નવા આઇટીસેલની રચના કરવામાં આવી છે. સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર અને વિરોધ માટે ગુપ્ત કમિટીની રચના કરાઇ છે અને સહકન્વીનર તરીકે વડાલીના મુકેશ પટેલની નિમણૂંક કરાઇ છે. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કરેલી બનાવટ હવે ચલાવી નહી લેવાય. પાસને માન્ય ઉમેદવારને સપોર્ટ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...