• Gujarati News
  • ઇડરમાં ઝાડા ઉલ્ટીની ઘટના માટે પાલિકા તંત્રની લાપરવાહી જવાબદાર, બીજા દિવસે પણ

ઇડરમાં ઝાડા-ઉલ્ટીની ઘટના માટે પાલિકા તંત્રની લાપરવાહી જવાબદાર, બીજા દિવસે પણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વધુ 56 દર્દીઓ ઝાડા-ઉલ્ટીમાં સપડાયા

ઇડરનારેલ્વે સ્ટેશન વિસ્તારમાં શનિવારે રાત્રે દૂષિત પાણી પીવાને કારણે અંદાજે 60 થી વધુ લોકોને અચાનક ઝાડા-ઉલ્ટી થઇ જતા તેમને સારવાર માટે ઇડર સિવિલમાં દાખલ કરાતાની સાથે વહીવટી તંત્ર સફાળુ જાગીને દોડતુ થઇ ગયુ હતું. જોકે રવિવારે પણ વધુ 56 નવા દર્દીઓ ઝાડા-ઉલ્ટીનો ભોગ બનતા તેમને સારવાર લેવાની ફરજ પડી હતી.

અંગેની વિગત એવી છે કે ઇડરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા મારવાડીવાસમાં રહેતા 50 થી વધુ લોકોએ તેમના ઘર પાસેથી દૂષિત પાણી પીધુ હતું. ત્યારબાદ તરત તેમને ઝાડા-ઉલ્ટીની અસર થઇ હતી. ત્યારબાદ તરત તેમને સારવાર માટે લવાયા હતા. જયાં ખબર પડતા પાલિકાના કોર્પોરેટર દિલીપભાઇ ભરવાડ અને કેશુભાઇ રબારીએ તંત્રને જાણ કર્યા બાદ તરત સારવાર ઉપલબ્ધ કરાવાઇ હતી.

સિવિલ સર્જન ર્ડા.ગજેન્દ્રસિંહ ગઢવીના જણાવ્યા અનુસાર રવિવારે પણ વિસ્તારમાં રહેતા 56 નવા દર્દીઓ સારવાર લેવા ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ થયા હતા. તેમના જણાવ્યા અનુસાર ઝાડા-ઉલ્ટીની ઘટના અંગે પાણીના સેમ્પલ લઇને તપાસ માટે હિંમતનગર લેબોરેટરીમાં મોકલાયા છે. જોકે સિવિલમાં દાખલ કરાયેલા દર્દીઓની હાલત સુધારા પર છે. જો કે સિવિલ સર્જન ડો.ગજેન્દ્રસિંહ તેમજ સ્ટાફ દ્વારા સતત 24 કલાક દર્દીઓની સારવાર કરાતાં હાલના તબક્કે થોડેક અંસે સ્થિતિ કાબુમાં આવી છે.

ગટર લાઇન રિપેર કરવા અગાઉ રજુઆત કરાઇ હતી

ઇડરનારેલ્વેસ્ટેશન વિસ્તારમાં થોડા સમય અગાઉ તૂટી ગયેલી ગટર લાઇનમાંથી નીકળતા પાણીને લીધે ગંદકીનો ઉપદ્રવ થયો હતો. જે અંગે એડવોકેટ ભાલચંદ્રભાઇ ગઢવીએ ગત તા.7 ઓકટોમ્બરના રોજ નગરપાલિકામાં જાણ કરી હતી, પણ કોઇ કાર્યવાહી હાથ ધરાઇ નથી.

પાલિકાએસર્વે હાથ ધર્યો

ઇડરનારેલ્વેસ્ટેશન વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીની બનેલી ઘટના બાદ રવિવારે પાલિકા દ્વારા વિસ્તારમાં પાઇપલાઇનનો તથા નળ કનેકશનનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

ઇડર સિવિલમાં સારવાર લેતા દર્દીઓ.