• Gujarati News
  • National
  • મોડાસા ધનસુરા ટીચર્સ મંડળી વ્યવસ્થાપક કમિટિ નિમાઈ

મોડાસા-ધનસુરા ટીચર્સ મંડળી વ્યવસ્થાપક કમિટિ નિમાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાં રમઝાન ઇદની ઉજવણી કરાઇ

ધી.મોડાસા-ધનસુરાતાલુકા ટીચર્સ મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી રવિવારે યોજાયા બાદ મોડીરાત્રે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.

મોડાસા અને ધનસુરા તાલુકાના 1440 સભાસદો ધરાવતી પ્રાથમિક શિક્ષકોની મંડળીની આગામી પાંચ વર્ષ માટે વ્યવસ્થાપક કમિટીની રચના માટે એકતા પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે રસાકસી ભરી ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું.૧૧ બેઠકો માટે ૨૨ ઉમેદવારો વચ્ચેના ચૂંટણી જંગનું પરિણામ રવિવારની મોડી રાત્રે જાહેર કરાતા 11 ઉમેદવારો વિજેતા બન્યા હતા. જમાં હસમુખભાઈ શંકરભાઈ પટેલ --803 મત, ભરતભાઇ દેવકરણભાઈ પટેલ -722, ભાવેશકુમાર કાંતિભાઈ પટેલ 684, અરવિંદભાઈ ભીખાભાઇ પટેલ 648, અનિલભાઈ વિઠ્ઠલભાઈ પટેલ 644, સારંગભાઈ નવનીતભાઈ પટેલ 625, વરુણભાઈ મનુભાઈ ચૌધરી 589, વિમલભાઈ હર્ષદભાઈ ભટ્ટ 580, અરુણાબેન મોંઘાભાઈ મનાત 698, સાધનાબેન ગણપત ભાઈ ત્રિવેદી 596, અરવિંદભાઈ ધુળાભાઇ પરમાર 720 ઉમેદવારને વિજેતા જાહેર કરાયા હતો.

અન્ય સમાચારો પણ છે...