- Gujarati News
- National
- વિજયનગરતાલુકાની અન્દ્રોખાની અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા આરકેપટેલ વિદ્યા સંકુલમાં એલએલબી
વિજયનગરતાલુકાની અન્દ્રોખાની અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા આરકેપટેલ વિદ્યા સંકુલમાં એલએલબી
વિજયનગરતાલુકાની અન્દ્રોખાની અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા આરકેપટેલ વિદ્યા સંકુલમાં એલએલબી અને નર્સિંગ કોલેજનો પ્રારંભ થતા હવે વિદ્યાર્થીઓએ હિંમતનગર આમદાવાદના ધક્કા નહિ ખાવા પડે અને ઘર આંગણે એલએલબી, નર્સિંગ આભ્યાસક્રમની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છેે.
અંગે અન્દ્રોખાની આરકેપટેલ વિદ્યાસંકુલના મેનેજીંગ ટ્રસ્ટી હિતેષભાઇ પટેલ, પરેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર, આમારા શિક્ષણ સંકુલમાં એમ.એસ.ડબ્લ્યુ, બીસીએ, પીજીડીસીએ બાદ કાયદા સ્નાતકની પદવી મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ કે જેઓને મોડાસા, હિંમતનગર અને અમદાવાદ ભણવા જવું પડતું હતું. તેમના માટે અને નર્સીંગ ભણવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે વર્ષથી અમારા સંકુલમાં સ્નાતક કક્ષાના અભ્યાસ કર્મ શરૂ કરવામાં આવ્યા છે.