• Gujarati News
  • National
  • દેધરોટાની ગુમ બાળકીનો પાંચ દિવસે મૃતદેહ મળ્યો : હત્યા કે આકસ્મિક મોત, ઘૂંટાતુ રહસ્ય

દેધરોટાની ગુમ બાળકીનો પાંચ દિવસે મૃતદેહ મળ્યો : હત્યા કે આકસ્મિક મોત, ઘૂંટાતુ રહસ્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર તાલુકાના દેધરોટા ગામમાં રહેતા ખેતમજૂર પરિવારની પાંચ દિવસ અગાઉ ગુમ થયેલ 6 વર્ષીય બાળકીનો મૃતદેહ ગુરૂવારે સવારે સાડા અગિયાર વાગ્યે દેધરોટા ગામ નજીક ગુહાઇ કેનાલના વેસ્ટ વીયરમાંથી અર્ધ નિર્વસ્ત્ર હાલતમાં મળી અાવતા ચકચાર મચી જવા પામી છે. બાળકીની હત્યા કરવામાં આવી હતી કે આકસ્મિક મોત થયુ તેનુ રહસ્ય ઘેરુ બન્યુ છે.

સમગ્ર બનાવની ટૂંકમાં હકીકત એવી છે કે દેધરોટા ગામના દશરથભાઇ કચરાભાઇ પટેલના ખેતરમાં છેલ્લા છ એક માસથી ખેત મજૂરી અર્થે આવેલ લાલાભાઇ જીવણભાઇ નાયક (ઠાકોર) (મૂળ રહે. સાંગાડોલ નવીનગરી તા. વાઘોડીયા જી. વડોદરા)ની 6 વર્ષીય દીકરી ગત તા. 14/01/18 ના રોજ ઉત્તરાયણના દિવસે બપોરે સાડા ત્રણથી ચાર વાગ્યા દરમિયાન બીજા ખેતરમાં મેથી લેવા ગઇ હતી અને ત્યારબાદ પરત ફરી ન હતી જેના અનુસંધાને તા. 16/01/18 ના રોજ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

6 વર્ષીય બાળકી ગુમ થઇ જવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી અને બાળકી સાથે અનહોની સર્જાઇ હોવાની સંભાવનાઓ વચ્ચે ગુરૂવારે સવારે અગિયારેક વાગ્યાના સુમારે દેધરોટા ગામની ગુહાઇ કેનાલના વેસ્ટ વીયરના પાણીમાંથી મૃત અવસ્થામાં મળી આવી હતી. બાળકીના શરીર પરના નીચેના કપડા ન હોવાને કારણે બાળકીની હત્યા થઇ હોવાની આશંકાઓ બળવત્તર બની રહી છે. ે સાબરકાંઠા એસ.પી., ડીવાયએસપી વગેરેએ ઘટનાની વિગતો મેળવી હતી. ડોગની પણ મદદ લેવામાં આવી હતી. પોલીસે બાળકીના મૃતદેહને પી.એમ. માટે મોકલી આપ્યો છે.

બાળકીની લાશ મળતા લોકોના ટોળા ઉમટ્યા હતા. તસવીર-ભાસ્કર

જરૂર જણાયે ફોરેન્સીક પી.એમ. પણ કરાવાશે
6 વર્ષીય બાળકીનુ પેનલથી પી.એમ. કરાવાશે અને જરૂર જણાયે ફોરેન્સીક પી.એમ. પણ કરાવાશે. પી.એમ રીપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનુ કારણ સ્પષ્ટ થઇ શકાશે. સૌરભસિંઘ, એસ.પી. સા.કાં.

શંકાસ્પદ શખસ પોલીસના રડારમાં
સુત્રો દ્વારા મળતી માહીતી અનુસાર શંકાસ્પદ ઇસમ પોલીસના રડાર પર છે અને મૃત્યુનુ કારણ બહાર આવતાની સાથે જ હત્યારો સળીયા પાછળ ધકેલાશે.

હત્યાની આશંકાના કારણો
ઘટનાસ્થળ બાળકીના રહેઠાણથી ઘણુ દૂર છે.

વેસ્ટવીયરનું પાણી અને આજુબાજુની ઝાડી ઝાંખરા શંકા ઉપજાવે છે.

સાથે ખેંચી જાય તેટલો ઘસમસતો પ્રવાહ નથી.

મૃતદેહ જે અવસ્થામાં મળ્યો તે પહેલી નજરે શંકા ઉપજાવે છે.

ડોગ પણ એક ખેતરમાં જઇને પરત ફરે છે.

અન્ય સમાચારો પણ છે...