• Gujarati News
  • National
  • ખેડબ્રહ્મા કોલેજ પરિવાર દ્વારા વિદ્યાર્થીને આર્થિક મદદ

ખેડબ્રહ્મા કોલેજ પરિવાર દ્વારા વિદ્યાર્થીને આર્થિક મદદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | ખેડબ્રહ્માની ડી.ડી. ઠાકર આર્ટસ અને કે.જે. પટેલ કોમર્સ કોલેજના વિદ્યાર્થી ચિંતન રામજીભાઇ દરજીનું મકાન આકસ્મિક લાગેલ આગના કારણે બળીને ભસ્મીભૂત થઇ ગયું હતું. કોલેજ પરિવાર તથા કોલેજના આચાર્ય એન.ડી.પટેલ તરફથી રૂ. 8000ની આર્થિક મદદ ચિંતન તથા તેની માતાને કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજની સલાહકાર સિમિતિના સભ્ય કિર્તિકુમાર જોષી ઉપસ્થિત રહ્યા હતા. ચિંતનની માતાએ કોલેજ પરિવારનો આભાર માન્યો હતો. તસવીર-જતીન સુથાર

અન્ય સમાચારો પણ છે...