• Gujarati News
  • National
  • પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે રાત્રિના સમયે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એક ઘાયલ

પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે રાત્રિના સમયે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એક ઘાયલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર - અમદાવાદ નેશનલ હાઇવે પર પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે હિંમતનગરથી આવતી ટ્રક નંબર- આર.જે-09-જી.બી.2686 તથા અમદાવાદ રોડ ઉપર આવતી ટ્રક નંબર જી.જે-9- ઝેડ.8587 પ્રાંતિજ તરફ અંદર જતી ટ્રક વચ્ચે બુધવાર રાત્રિના સમયે અકસ્માત સર્જાતા હિંમતનગર આવતી ટ્રક ત્રણ રસ્તા હાઇવેની સાઇડમાં બનાવેલ ત્રિકોણ પીકઅપ સ્ટેન્ડ ચોકડી તોડીને બહાર નીકળી ગઇ હતી. ટ્રકના કંડકટર માધુસિંહ વેતસિંહ ઝાલા ઉવર્ષ આશરે - 40 ને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને 108 મારફતે પ્રાંતિજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યા હતા. બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા.તસવીર-કાળુસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...