તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચેન સ્નેચરની ઓળખ પરેડ કરી 7 દિવસના રીમાન્ડ મેળવ્યાં

ચેન સ્નેચરની ઓળખ પરેડ કરી 7 દિવસના રીમાન્ડ મેળવ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરશહેરમાં સોમવારે અડધા કલાકમાં ત્રણ જગ્યાએ ચેન સ્નેચીંગ કરી રાડ પડાવનાર ચેન સ્નેચરને પોલીસે બીજા દિવસે તેના ઘેરથી ઝડપી પાડી બુધવારે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી ઓળખ પરેડ કરાવી હતી. જેમાં ભાથીજી ઉર્ફે અજીત બાપુજી ધીરાજી મકવાણાને ચેન સ્નેચીંગનો ભોગબનનાર બે મહિલાઓએ ઓળખી બતાવ્યો હતો. ત્યારબાદ એ-ડીવીઝન પીએસઆઇ આર.આર.દેસાઇએ ભાથીજી મકવાણાને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી સાત દિવસના રીમાન્ડ માંગતાં ચીફ જ્યુ.મેજીસ્ટ્રેટે 7 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...