તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જિલ્લાના 18,503 બાળકોનું નામાકંન કરાવાશે : મંત્રીઓ નિગમના ચેરમેનો વર્ગ 1ના અધિકારીઓ ઉપસ્થિત રહેશે

જિલ્લાના 18,503 બાળકોનું નામાકંન કરાવાશે : મંત્રીઓ નિગમના ચેરમેનો વર્ગ-1ના અધિકારીઓ ઉપસ્થિત રહેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રરાજયમાં આજથી તા. 8 જૂન 2017 થી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે જેના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓની 1,538 શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે જેમાં પ્રવેશપાત્ર 18,503 બાળકોનુ નામાકંન કરી પ્રવેશ આપવામાં આવશે.

તંત્ર દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગર તાલુકામાં 1888 કુમાર અને કન્યા 1745 મળી કુલ 3633 બાળકો ,ઇડરમાં 1514 કુમાર અને કન્યા 1370 મળી કુલ 2884, ખેડબ્રહ્મામાં 1395 કુમાર અને કન્યા 1468 મળી કુલ 2863, પોશીનામાં 1396 કુમાર અને કન્યા 1398 મળી કુલ 2794, પ્રાંતિજમાં 958 કુમાર અને કન્યા 897 મળી કુલ 1855, તલોદમાં 982 કુમાર અને કન્યા 961 મળી કુલ 1943, વડાલીમાં 557 કુમાર અને કન્યા 510 મળી કુલ 1067 અને વિજયનગર તાલુકામાં 718 કુમાર અને કન્યા 746 મળી કુલ 1464 મળી જિલ્લામાં કુલ 9408 કુમાર અને 9095 કન્યાઓ મળી કુલ 18503 બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, 30 દિવ્યાંગ બાળકો પૈકી 16 કુમાર અને 14 કન્યાઓનો સમાવેશ થાય છે. બાળકો પૈકી 335 કુમાર અને 288 કન્યાઓ મળી કુલ 623 લઘુમતી બાળકોને પણ શાળામાં પ્રવેશ આપવામાં આવનાર છે.

સાબરકાંઠામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન રાજયકક્ષાના 23 અને જિલ્લાકક્ષાના 115 મળી કુલ 138 રૂટ નિયત કરાયા છે. જેમાં વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા, આદિજાતિ વિકાસ કાર્પોરેશનના ચેરમેન રમીલાબેન બારા, 20 મુદ્દા અમલીકરણ સમિતીના અધ્યક્ષ કૌશિકભાઇ પટેલ તથા ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા ઉપસથિત રહી બાળકોને પ્રવેશ કરાવશે. જયારે શહેરી વિકાસ વિભાગના એડિશનલ સેક્રેટરી પુનમચંદ પરમાર, અમદવાદ મ્યુનિ કાર્પોરેશનના કમિશ્નર મુકેશ કુમાર, ચીફ મિનિસ્ટરના સેક્રેટરી અશ્વિની કુમાર અને આદિજાતી વિકાસ સેક્રેટરી આર.સી.મીના સહિત આઇ.એ.એસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...