તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હિંમતનગરથી ગૂમ 7 વર્ષની બાળકી મોરબી વિજાપુર ST બસમાંથી મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરથી ગૂમ 7 વર્ષની બાળકી મોરબી-વિજાપુર ST બસમાંથી મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાંરહીને મજૂરીકામ કરતા પરિવારની 7 વર્ષની બાળકીને અજાણ્યો શખ્સ રવિવારે બપોરે ઊપાડી ગયાની હિંમતનગર પોલીસ મથકે ફરિયાદ થઇ હતી. ત્યારે સોમવાર સવારે હળવદના એસટી ડેપોમાં ઉભેલી મોરબી-વીજાપુર બસમાં એક મુસાફરને બાળકી રડતી મળી આવતા પોલીસને જાણ કરાઇ હતી. આથી હળવદ પોલીસે સંપર્ક કરી બાળકીને પરિવારજનો સોંપી હતી.

રાધનપુરના રહેવાસી અને છેલ્લા આઠ વર્ષથી સાબરકાંઠાના હિંમતનગર બસ સ્ટેશન સામે ભીલવાસમાં રહેતા જીતુભાઈ અમૃતભાઈ ભીલને પરિવાર હિંમતનગર ગામે રહીને મજૂરી કામ કરી પેટીયુ રળતો હતો. ત્યારે બીજાધોરણમાં ભણતી 7 વર્ષની બાળકી નિકીતા હિંમતનગર ગામના બસ સ્ટેશન નજીક રમતી હતી. ત્યારે અજાણ્યો શખ્સ ઊપાડી ગયો હતો. દરમિયાન હળવદ બસ સ્ટેશનમાં મોરબી-વીજાપુર બસમાં પાછળની સીટમાં બાળકી રડતી મળી આવતાં હળવદના મુસાફર બિપીનભાઈએ પોલીસને જાણ કરાતા વોટસઅપ દ્વારા બાળકી મળી આવી તેવી જાહેરાત ફોટા સાથે મેસેજ પ્રસિધ્ધ કર્યા હતા. જે હિંમતનગરનાં જીતુભાઈના માસીના દિકરા નરેશભાઈને મેસેજ વોટસઅપમાં મળતા હળવદ પોલીસનો સંપર્ક કર્યો હતો.

આથી હળવદ પોલીસે ગૂમ થયેલ બાળકીને પરિવારજનોને હિંમતનગર પોલીસ સાથે રાખી મિલન કરાવ્યુ હતું.

ભીલ પરિવાર લગ્નમાં પડયો અને બાળકી ગૂમ થઇ

હિંમતનગરમાંજીતુભાઈ ભીલના કુટુંબમાં રવિવારે લગ્નનો પ્રસંગ હતો. આથી મોટી સંખ્યામાં મહેમાનો આવ્યા હતાં. દરમિયાન નિકીતાનો પત્તો રવિવાર ચાર વાગ્યા સુધી મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો