તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મોડસામાં બ્રહ્મલીન પ્રમુખ સ્વામીને પુષ્પાંજલી અર્પવા પ્રાર્થનાસભા યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડસામાં બ્રહ્મલીન પ્રમુખ સ્વામીને પુષ્પાંજલી અર્પવા પ્રાર્થનાસભા યોજાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિશ્વવંદનીય સંત વિભૂતી બ્રહ્મલીન પ્રમુખસ્વામિ મહારાજને શ્રધ્ધાંજલી અર્પવા બાયપાસ માર્ગના બીએપીએસ સંકુલ ખાતે પ્રાર્થના સભા યોજાઇ હતી. શ્રધ્ધાંજલી સભામાં ઉપસ્થિત અગ્રણીઓએ પૂ.બાપાને પુષ્પંજલી અર્પી હતી.

કરોડો ભક્તોની આસ્થાના પ્રતિકસમા વિશ્વવિભૂતી પરમપૂજય પ્રમુખ સ્વામી મહારાજ ગત 13મી ઓગસ્ટને શનીવારના રોજ અક્ષરધામ પ્રયાણ કર્યું. સમગ્ર વિશ્વએ શાંતીદૂધ ગુમાવ્યા અને હરીભક્તોએ વહાલસોયા ગુરૂ. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને શ્રધ્ધાંજલી અર્પવા મોડાસાના બાયપાસ માર્ગ ઉપર આવેલા બીએપીએસ સંકુલ ખાતે પ્રાર્થના સભા યોજાઇ હતી. 11મી સપ્ટે.ને રવિવારના રોજ યોજાયેલ શ્રધ્ધાંજલી સભામાં બીએપીએસ મંદિર હિંમતનગરના કોઠારી સ્વામી સાધુ પૂ.મંગલપુરૂષ સ્વામી, મોડાસા મંદિરના પૂ.નિર્મલચરણ સ્વામી,ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ મંત્રી વનરાજસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર, હીરાજી ડામોર, પાલીકાના પૂર્વ પ્રમુખ આફતાબહુસેન દુરાની, ફાધર વર્ગીસ (કેથોલીક ચર્ચ), પ્રાર્થના ગ્લોબલ વિદ્યાલયના ચેરમેન કે.આર.પટેલ, જાણીતા તબીબ ર્ડા.ટી.બી. પટેલ, ર્ડા.જે.બી.સોમપુરા, સર્જન ર્ડા.દિનેશભાઇ પટેલ, કાર્યપાલક ઇજનેર છત્રસિંહ રાઠવા,સરપંચ વિમલભાઇ પટેલ સહિતના અગ્રણીઓએ વિશ્વ વંદનીય બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજને પુષ્પાંજલી અર્પી હતી.

સાયરા ગ્રામ પંચાયત દ્વારા બાયપાસ માર્ગના બાડેસર તરીકે ઓળખાતા વિશાળ તળાવને પ્રમુખ સ્વામી સરોવર નામાંકરણ કરતો ઠરાવ પસાર કરાતાં ઠરાવની નકલ સરપંચ વિમલભાઇ પટેલ દ્વારા સાધુ નિર્મલચરણ સ્વામીને સોંપવામાં આવી હતી.

મોડાસા ખાતે બહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજની પ્રાર્થના સભામાં મોટીસંખ્યામાં હરિભક્તોએ પુષ્પાજંલી અર્પી હતી. તસ્વીર-રાકેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો