તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હિંમતનગર RTO સર્કલથી દેશી તમંચા સાથે બે ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર RTO સર્કલથી દેશી તમંચા સાથે બે ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આર.આર.સેલગાંધીનગરની ટીમ હિંમતનગર આર.ટી.ઓ. સર્કલ નજીક સોમવારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક જીપમાં બેઠેલા બે શંકાસ્પદ ઇસમો પૈકી એકના થેલામાંથી એક દેશી તમંચો અને બે જીવત કારતૂસ મળી આવતાં બંનેની અટકાયત કરી રૂરલ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા સોંપવામાં આવ્યા હતા.

ગાંધીનગર આર.આર.સેલની ટીમ હિંમતનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પો.કો. હિંમતસિંહને બાતમી મળી હતી કે એક જીપ નં.જીજે.09.એમ.3550 માં બે વાદી જાતિના માણસો એક થેલામાં દેશી તમંચો લઇ ચિઠોડાથી આર.ટી.ઓ. સર્કલ આવવાના છે. બાતમીને પગલે આર.આર.સેલની ટીમ આર.ટી.ઓ. સર્કલ ખાતે વોચમાં હતી તે દરમિયાન મોતીપુરા ટોલટેક્ષ બાજુથી જીપ આવી પહોંચતા તેમાંથી બે ઇસમો નીચે ઉતર્યા હતા. તેમને કોર્ડન કરી તેમની પાસેના થેલાની તપાસ કરતા તેમાંથી એક દેશી તમંચો કિ. રૂા.2500 અને અંગ્રેજીમાં શકિતમાન-12 એકસપ્રેસ લોંગ રેંજ હાઇ વેલોસીટી 70 એમએમ લખેલા બે કારતૂસ મળી આવતાં બંને ઇસમોની અટકાયત કરી કાર્યદેસરની કાર્યવાહી કરીને રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો