તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ત્રીજા દિવસે 5.16 લાખ ભક્તોએ માના દર્શન કર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રીજા દિવસે 5.16 લાખ ભક્તોએ માના દર્શન કર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પદયાત્રીઓમાં ભળી જઇ તેમના મોબાઇલ ચોરતાે શખસ ઝડપાયો

યાત્રાધામઅંબાજી મા ભાદરવીનો મહામેળો ધીમેધીમે જામી રહ્યો છે. દૂરદૂરના અંતરેથી પ્રસ્થાન કરતા માઇભકતો માના ધામ નજીક પહોંચી રહ્યા છે. જ્યાં અરવલ્લીની દુર્ગમ ઘાટીઓમાં મા અંબાનો જયઘોષ ગુંજી રહ્યો છે.દરમિયાન મેળાના ત્રીજા દિવસે સોમવારે 5.16 લાખ માઇભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સોમવારે નંદી ઉપર આરુઢ મા અંબાએ શક્તિ ઉપાસકો ઉપર કૃપા દ્રષ્ટી કરી હતી.

યાત્રાધામ અંબાજીમાં ભાદરવીમેળાની પ્રારંભે શ્રદ્ધાળુઓની ઓટ વર્તાવી હતી. મેળાના બીજા દિવસે પણ અંબાજીને જોડતા નજીકની માર્ગો ઉપર નોધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જોકે દૂર દૂરના અંતરેથી નિકળેલી માઇભક્તો ત્રીજા દિવસે યાત્રાધામ નજીક પહોંચ્યાછે. જેને લઇ પાલનપુર થી દાંતા સતલાસણા, દાંતા, હડાદ, અંબાજી અને દાંતાના માર્ગો ઉપર માઇભક્તોનો પ્રવાહ શરૂ થઇ ગયો છે. જેને લઇ અરવલ્લીગીરી શૃંખલા પણ જાણે શક્તિ અને ભક્તિના રંગે રંગાઇ છે. અને માનવ સાંકળ રચાઇ છે. બીજી તરફ માતાજીના મંદિરે પણ દર્શન માટે રેલીંગમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ અને બાંબી કતાર લાગે છે. પંરતુ વહીવટી તંત્ર દ્વારા દર્શન માટે સુચારુ આયોજનને લઇ આઠ નંબરના દરવાજોથી શ્રદ્ધાળુઓ બહાર નિકળી શ્રદ્ધાળુઓ વિવિધ ખાણીપાણી અને ખરીદી પતાવી વતનની વાટ પકડે છે. મંદિર પરિસરમાં પણ અયોગ્યલક્ષી સેવા પુરી પડાઇ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા બે દિવસમાં 40 હજારથી પણ વધુ યાત્રિકોએ સારવાર અપાઇ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. જ્યારે મેળાના ત્રીજા દિવસે 5,16,326 શ્રદ્ધાળુઓ મા અંબાને ચરણે શીશ ઝુકાવ્યું હતું.

મા અંબાના જયનાદથી અંબાજી મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં દૂરદૂરના અંતરેથી આવેલા માઇભક્તો દર્શનની રેલીંગ પસાર કરી જ્યારે ગર્ભગૃહમાં પ્રવેશે છે. ત્યારે ભાવવિભોર બની જાય છે. તસવીર-ભાસ્કર

દર્શનનો સમય

આરતી સવારે 06-15થી 06-45

દર્શન સવારે 06-45થી 11-30

દર્શન બંધ 11-30થી 12-30

દર્શન બપોરે 12-30 થી 4-30

દર્શન બંધ 04-30 થી 0 7-00

આરતી સાંજે 07-00થી 07-30

દર્શન સાંજે 07-30થી01-30

દર્શન બંધ 01-30 થી 06-15

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો