• Gujarati News
  • ઇડર બરવાવ માર્ગને પહોળો કરવા માંગ

ઇડર-બરવાવ માર્ગને પહોળો કરવા માંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ટ્રાફીક ભારણ વધતાં વાહનચાકોને હાલાકી પડે છે

ઇડરતાલુકાના 50 થી વધુ ગામોને જોડતા બરવાવ માર્ગ પર વાહનોની અવરજવર વધવાને કારણે રોડ ખૂબ સાંકળો પડી રહ્યો છે. જેના કારણે તેને પહોળો બનાવવાની માંગ ઉઠવા પામી છે.

અંગે ભદ્રેશભાઇ તથા મુકેશભાઇ પરમારના જણાવ્યા અનુસાર ઇડરથી બરવાવ સુધીના રોડ પર આવેલી ડેભોલ નદી પર બનાવાયેલ ડીપ સાંકળો હોવાને કારણે સામ સામેથી આવતા વાહનો એકીસાથે પસાર થઇ શકતા નથી.

તેમજ 50 થી વધુ ગામના લોકો રોજબરોજ વાહન લઇને ઇડર સહિત હિંમતનગર, વડાલી અને ખેડબ્રહ્મા તરફ જતા હોવાને કારણે બરવાવ માર્ગ પર ટ્રાફીકનું ભારણ વધ્યુ છે. જેથી ડેભોલ નદી પરનું નાળુ અને રોડને પહોળો બનાવવામાં આવે તો વિસ્તારના લોકોને અવરજવર કરવામાં સુલભતા રહે તેમ છે.

ઇડરથી બરવાવ સુધીના માર્ગ પર વાહનોની અવરજવર વધવાને કારણે તેને પહોળો બનાવવાની માંગ ઉઠવા પામી છે. તસ્વીર : ભાસ્કર