• Gujarati News
  • National
  • હિંમતનગરના દેરોલમાં બાળકી સાથે અડપલાં કરવાનો પ્રયાસ

હિંમતનગરના દેરોલમાં બાળકી સાથે અડપલાં કરવાનો પ્રયાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરતાલુકાના દેરોલમાં શનિવારે બપોરે એકલી રમતી બાળકીને લઇ જઇ અડપલાં કરવાનો પ્રયાસ કરનાર નરાધમ વિરુદ્ધ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી.

હિંમતનગરના ધાણધા માં પરિણીત યુવતીની લાજ લૂંટવાના પ્રયાસની શાહી સુકાઈ નથી એટલામાં દેરોલ ગામમાં 9 વર્ષીય બાળકી સાથે અપકૃત્ય કરવાનો પ્રયાસ કરનાર નરાધમ વિરુદ્ધ રૂરલ પોલીસસ્ટેશનમાં શનિવારે મોડી સાંજે ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દેરોલ ગામમાં શનિવારે બપોરે બે એક વાગ્યાના સુમારે મૂળ ઇડર તાલુકાના મોટા કોટડા ગામના પરિવારની એક બાળકી ઘરના આંગણામાં રમતી હતી તે વખતે વિનોદ ભીખાભાઇ રાવળ નામનો નરાધમ આવી ચઢ્યો હતો અને બાળકીને એકલી જોઈ ઘરની પાછળના ભાગમાં લઇ ગયો હતો અને અડપલાં કરવાનો પ્રયાસ કરે એટલામાં બાળકીના પરિવારના સદસ્ય જોઈ જતા બાળકીનો આબાદ બચાવ થયો હતો.

ઈસમે બાળકીને બચાવી લેનાર વ્યક્તિને જાતિવિષયક ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા રૂરલ પોલીસે વિનોદ ભીખાભાઇ રાવળ વિરુદ્ધ પોક્સો,છેડતી અને એક્ટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.