• Gujarati News
  • ગણેશ મહોત્સવની તૈયારીઓ

ગણેશ મહોત્સવની તૈયારીઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશ ચતુર્થી મહોત્સવને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હિંમતનગર સહિત જિલ્લામાં ગણેશ મહોત્સવની પૂર્વ તૈયારીઓ શરૂ કર્રં. છે. ભકતો દ્વારા અવનવા સ્વરૂપવાળા ગણેશજીની મૂર્તિઓની ખરીદી માટેના ઓર્ડર આપી રાા છે. આ વર્ષે બજારમાં રૂા.૫૦૦ થી લઇને રૂા.૨૫ હજાર સુધીની કિંમતની ગણપતિની મૂર્તિઓનું વેચાણ થઇ રાુ છે.
હિંમતનગરના મહાવીરનગર, બગીચા વિસ્તાર, બેરણા રોડ, મોતીપુરા, પોલોગ્રાઉન્ડ સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલ ગણેશ યુવક મંડળ દ્વારા આગામી તા.૨૯ ઓગષ્ટથી શરૂ થતા ગણેશ મહોત્સવની ઉજવણી માટેની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મોતીપુરા વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ વેચાણ કરતા કારીગરો દ્વારા અવનવી કલાત્મક અને સુંદર મૂર્તિઓનું વેચાણ કરવામાં આવી રાુ છે.