• Gujarati News
  • હિંમતનગરની સમર્થ કોલેજ ઓફ એજયુકેશનનું 95 ટકા પરિણામ

હિંમતનગરની સમર્થ કોલેજ ઓફ એજયુકેશનનું 95 ટકા પરિણામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી વાસણી દૂધ મંડળીનો રજત જયંતી મહોત્સવ ઊજવાયો

ઘોરવાડામાં હરસિધ્ધ માતાજીના મંદિરનો પાંચમો પાટોત્સવ ઊજવાયો

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કેન્ડલ લાઇટ ડે ઊજવાયો

હિંમતનગરમાં સર્વરોગ નિદાન કેમ્પમાં 862 દર્દીઓએ સારવારનો લાભ લીધો

બાવડ |બાયડ તાલુકાની નવી વાસણી દૂધ મંડળીનો રજત જયંતી મહોત્સવ સાબરડેરીના ચેરમેન જેઠાભાઇ પટેલ, વા.ચેરમેન કાંતીભાઇ પટેલ, સાંસદ દિપસિંહ રાઠોડ, ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા સહિતની હાજરીમાં યોજાયો હતો તેમ સુપરવાઇઝર ભરતભાઇ પટેલ, મેહુલભાઇ પટેલે જણાવ્યું હતું. /વરૂણપટેલ

હિંમતનગર |હિંમતનગર તાલુકાના ઘોરવાડા ગામે હરસિધ્ધ માતાજીનો પાંચમો પાટોત્સવ ઊજવાયો હતો. જે નિમિત્તે માતાજી સેવા ટ્રસ્ટ અને રહેવર પરિવાર દ્વારા 11 કુંડી યજ્ઞ યોજાયો હતો. મહંત શાંતિગીરીજી મહારાજ, વિશ્વાનાથ ગીરીજી મહારાજ, હરગોવિંદપુરીજી મહારાજનું સામૈયુ કરાયુ હતું. /બટુકપટેલ

હિંમતનગર |અહીંની સિવિલ હોસ્પિટલમાં મંગળવારે હિંમતનગર ડિસ્ટ્રિકટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વીથ એચઆઇવી એઇડઝ સંસ્થા દ્વારા કેન્ડલ લાઇટ ડેની ઊજવણી કરાઇ હતી. સિવિલ સર્જન ર્ડા.ઉપેરીયાના જણાવ્યા અનુસાર, કાર્યક્રમનો મુખ્ય ઉદેશ સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લામાં રહેતા એચઆઇવી પોઝિટિવ લોકો માટે સાનુકૂળ વાતાવરણ નિર્માણ કરવાનો છે. તેમને ભેદભાવ અને કલંક વિનાની યોગ્ય સારવાર મળે તથા તેમના માનવ અધિકારોનું રક્ષણ થાય તે છે.

ઇલોલ |હિંમતનગરના મોતીપુરા સ્થિત મંદબુધ્ધિના બાળકોની શાળામાં જીઆઇડીસી ગાંધીનગર, સદવિચાર પરિવાર હિંમતનગર તથા વિકલાંગ પુનર્વસનના સંયુકત ઉપક્રમે સર્વરોગ નિદાન સારવાર તથા વિકલાંગ સાધન સહાય કેમ્પ નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડીયન અમેરિકન એસોસીએશનના ચેરમેન સી.કે.પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં 10 ડોકટરોએ 862 દર્દીઓને તપાસ્યા હતા. તેમજ વિકલાંગોને સાધન સહાય અપાઇ હતી. કાર્યક્રમમાં સદવિચાર પરિવાર પ્રમુખ લક્ષ્મણભાઇ પટેલ, સંયોજક બાબુભાઇ પટેલ, ધુળાભાઇ પટેલ હાજર રહ્યા હતા.

હિંમતનગર |હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી.એડ. સેમ-2 2015 નું પરિણામ 97.73 ટકા જાહેર થયેલ છે. સમર્થ કોલેજ ઓફ એજયુકેશન હિંમતનગરનું પરિણામ 95 ટકા આવેલ છે. જેમાં 92.3 ટકા સાથે પ્રથમ ક્રમે પલસાણિયા વારીસઅલી, પટેલ રીતુબેન, સુથાર રાહુલ અને ઠાકોર કિંજલ ઉત્તીર્ણ થયેલ છે. 90.06 ટકા સાથે બીજા ક્રમે પટેલ દેવાંગના અને અસારી સોનલ તેમજ પટેલ રોનક અને વખારીયા જલ્પા 90.3 ટકા સાથે ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થયેલ છે. સંસ્થાના ટ્રસ્ટીગણે તેમજ પ્રિન્સીપાલે ઉચ્ચ પરિણામ બદલ તમામ તાલીમાર્થીઓને બિરદાવ્યા હતા.