• Gujarati News
  • ભાયડો ! થેલામાં વિદેશી દારૂ ભરીને હિંમતનગર બસ સ્ટેન્ડમાં નીકળ્યો!

ભાયડો ! થેલામાં વિદેશી દારૂ ભરીને હિંમતનગર બસ સ્ટેન્ડમાં નીકળ્યો!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારેહિંમતનગર પોલીસે બસ સ્ટેન્ડમાંથી બે થેલામાં રૂ.18,750નો દારૂનો જથ્થો લઇને ઉભેલા બે શખ્સો પૈકી એકને ઝડપી લીધો હતો. બીજો પોલીસને જોઇ ભાગી

અંગે હિંમતનગર બી-ડિવિઝનના પી.એસ.આઇ. આર.આર.દેસાઇના જણાવ્યા અનુસાર હિંમતનગર સહિત જિલ્લામાં વિવિધ સ્થળે દારૂબંધીનો કડક અમલ કરાવાઇ રહ્યો છે ત્યારે બી-ડીવીઝન પોલીસ મંગળવારે હિંમતનગરના મુખ્ય બસ સ્ટેશનમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે એક બસ પાસે બે થેલા લઇને બે શખ્સો ઉભા હતા. જેથી પોલીસે તેમની જડતી લેતાં થેલામાંથી બે મોબાઇલ અને 39 બોટલ વિદેશી દારૂ પાસ પરમીટ વગરનો મળી આવ્યો હતો. જેથી પોલીસે બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના નિમાજી પુંજાજી માજીરાણાની અટકાયત કરી હતી. જોકે પોલીસને જોઇને અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા અજયભાઇ વર્મા ભાગી ગયો હતો. બંને જણા વિરુદ્ધ બી-ડીવીઝન ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ ભરેલા બે થેલા સાથે એક શખ્સની અટકાયત કરી હતી./ભાસ્કર