• Gujarati News
  • હિંમતનગરમાં 108ના કર્મીઓએ પાયલટ દિવસની ઊજવણી કરી

હિંમતનગરમાં 108ના કર્મીઓએ પાયલટ દિવસની ઊજવણી કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર |ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવાના માધ્યમથી અનેક લોકોને જીવતદાન મળ્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાત 108 એમ્બ્યુલન્સ સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા મંગળવારે હિંમતનગર ખાતે પાયલટ દિવસની ઊજવણી કરાઇ હતી. પ્રસંગે જિલ્લા કલેકટર પી.સ્વરૂપ, જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.મનિષ ફેન્સી અને સિવિલ સર્જન ર્ડા.જયંત ઉપેરીયાના હસ્તે 33 કર્મચારીઓનું વિશિષ્ટ સન્માન કરાયું હતું તેમ 108ના ચીફ ઓપરેટીંગ ઓફિસર જસવંતભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું.