• Gujarati News
  • ચેક રિટર્ન કેસમાં ભેંસોના વેપારીને એક વર્ષની કેદ

ચેક રિટર્ન કેસમાં ભેંસોના વેપારીને એક વર્ષની કેદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરતાલુકાના ઇલોલ ગામના ભેંસોના વેપારીને આણંદના બુધેજ ગામના વેપારીએ ભેંસોની ખરીદી પેટે આપેલો રૂ.1.97 લાખનો ચેક રિટર્ન થતાં હિંમતનગર કોર્ટમાં દાદ માગી હતી. જેનો ચુકાદો આવી જતાં ન્યાયાધીશે એક વર્ષની કેદની સજા ફટકારી છે. ઇલોલ ગામના ભેંસોના વેપારી ભીખાભાઇ રામાભાઇ રાવળે આણંદના બુધેજ ગામના ભેંસોના વેપારી ફતેસિંહ ભુપતસિંહ રાઠોડને વર્ષ 2010માં જામીનગીરી લઇને 9 ભેંસો વેચાણ આપી હતી. ત્યાર બાદ વારંવાર ઉઘરાણી કરતાં ફતેસિંહ રાઠોડે રૂ.1.97 લાખનો ચેક આપ્યો હતો. જે બેંકમાં ભરતાં રિટર્ન થતાં ભીખાભાઇ રાવળે હિંમતનગરની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

જેનો ચુકાદો તાજેતરમાં આવી જતાં ન્યાયાધીશે ફતેસિંહ રાઠોડને રૂ.1.97 લાખ વળતર પેટે ચૂકવવા તથા એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.