• Gujarati News
  • National
  • તહેવારોની સિઝનમાં સાબરકાંઠાના 2 લાખથી વધુ પરિવારો ખાંડથી વંચિત

તહેવારોની સિઝનમાં સાબરકાંઠાના 2 લાખથી વધુ પરિવારો ખાંડથી વંચિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાલુ ફેબ્રુઆરીમાં 2 લાખથી વધુ બી.પી.એલ. અને અંત્યોદય પરીવારોને મળવાપાત્ર ખાંડનો જથ્થો મળ્યો નથી. સામાન્ય સંજોગોમાં તહેવારો ટાણે સરકાર ધ્વારા વધારાની ખાંડ અને તેલનો જથ્થો આપવામાં આવતો હોય છે પરંતુ આ વખતે મળવાપાત્ર ખાંડનો જથ્થો જ ન મળતાં ગરીબ પરીવારો નવી મુસીબતનો સામનો કરી રહ્યા છે.

સા. કાં.માં 2 લાખથી વધુ બી.પી.એલ. અંત્યોદય પરીવારો છે જેમાં વ્યક્તિ દીઠ પ્રતિ માસ 400 ગ્રામ લેખે ખાંડ આપવામાં આવે છે પરંતુ ચાલુ ફેબ્રુઆરી માસ પૂરો થવા આવ્યો હોવા છતાં ખાંડનો જથ્થો આવ્યો નથી અને લાભાર્થીઓ ખાંડથી વંચિત રહ્યા છે. કેટલાય સમયથી તહેવાર ટાણે સરકાર દ્વારા મળવાપાત્ર ખાંડના જથ્થા ઉપરાંત કાર્ડ દીઠ 1 કીલોગ્રામ ખાંડ અને 1 લીટર તેલનો જથ્થો આપવામાં આવતો હતો પરંતુ આ વખતે હોળી ધૂળેટીના તહેવાર આડે માંડ ચાર દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે ગરીબ પરીવારોને મળવાપાત્ર ખાંડનો જથ્થો પણ નથી મળ્યો. આ અંગે પૂરવઠા સૂત્રોનો સંપર્ક કરતા કોઇપણ જાતની વિગતો આપવા સ્પષ્ટ ઇન્કાર કરવામાં આવ્યો હતો. જે ગરીબ પરીવારો માટે સૌથી મોટી કમનસીબી બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...