તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મરચાના પાકમાં કુકડવાનો રોગ દેખાતાં ખેડૂતો મુંઝાયા

મરચાના પાકમાં કુકડવાનો રોગ દેખાતાં ખેડૂતો મુંઝાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મરચાના પાકમાં કુકડવાનો રોગ દેખાતાં ખેડૂતો મુંઝાયા

ભાસ્કરન્યુઝ.હિંમતનગર

હિંમતનગરતાલુકાના ચંદ્રપુરા કંપા સહિત અન્ય સ્થળે ચાલુ વર્ષે ખેડૂતોએ વાવેતર કરેલ મરચાના પાકમાં કુકડવાનો રોગ આવવાને કારણે ખેડૂતોએ દવાનો છંટકાવ કરવા છતાં તે કાબુમાં આવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. ચંદ્રપુરા કંપાના દલપતભાઇ રામજીભાઇ પટેલના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસથી મરચાના પાકમાં કુકડવાનો રોગ આવી ગયો છે. જેથી છોડ પર મરચા બેસે છે. પરંતુ તેનો વિકાસ થતો નથી, ઉપરાંત બે-ત્રણ દિવસમાં આખો છોડ ચીમરાઇ જાય છે. રોગને કાબુમાં લેવા માટે રાસયાણિક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. પરંતુ તે કાબુમાં આવતો નથી.

મરચાના પાકમાં કુકડવાનો રોગ આવતા છોડ ચીમરાઇ જાય છે. તસવીર : બટુક પટેલ