• Gujarati News
  • અગાઉ 8.68 કરોડના ખર્ચે રોડ બનાવવા દરખાસ્ત કરી હતી

અગાઉ 8.68 કરોડના ખર્ચે રોડ બનાવવા દરખાસ્ત કરી હતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અગાઉ 8.68 કરોડના ખર્ચે રોડ બનાવવા દરખાસ્ત કરી હતી

અગાઉનગરપાલિકા તંત્ર દ્વારા ટી.બી ત્રણ રસ્તાથી યુનિ. રોડ, આદર્શ હાઇસ્કુલ, પારેવા સર્કલ, ફાટીપાળ થઇ મ્યુઝીયમ,સ્પોર્ટસ કોમ્પલેક્ષ થઇને હારિજ ત્રણ રસ્તા સુધી રૂા.8.68 કરોડના ખર્ચે બાયપાસ રોડ બનાવવા શહેરી વિકાસ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જોકે ત્યારપછી ટી.બી ત્રણ રસ્તાથી ફાટીપાળ સુધી મુખ્યમંત્રીના 15 ઓગસ્ટના કાર્યક્રમ વખતે રૂા.2.58 કરોડનો નવો રોડ બનાવવામાં આવ્યો હતો. જ્યારે પાલીકા દ્વારા ફાટીપાળથી સ્પોર્ટસ કોમ્પલેક્ષ સુધી નવો રોડ બનાવવામાં આવેલો છે.આમ બાયપાસમાં ત્રણ કી.મોની રોડ નવો બનેલો છે. હવે માત્ર સ્પોર્ટસ કોમ્પલેક્ષથી હારીજ ત્રણ રસ્તા સુધીનો ત્રણ કિ.મી.નો રસ્તો બનાવવાનો બાકી છે. જે હજુ અદ્ધરતાલ રહેવા પામ્યો છે.જોકે તાજેતરમાં પાલીકાતંત્ર દ્વારા જુની બાયપાસ રોડની દરખાસ્તને હયાત રસ્તાની સ્થિતિની પૂર્તતા સાથે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફતે શહેરી વિભાગમાં બાયપાસ રોડ બનાવવા દરખાસ્ત કરાઈ છે.