તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હારીજ મુક્તિધામ ખાતે 85 સ્વજનોની સમુહ શ્રાધ્ધવિધિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા એક વર્ષમાં સ્વર્ગવાસ થયેલા નગરના સ્વજનોને શ્રધ્ધાંજલી આપવામાં આવી

હારીજ સુંદરકાંડ મંડળ દ્વારા સુંદરકાંડના પાઠ યોજાયા

હારીજનગરમાં દર વર્ષ ની પરંપરા મુજબ મુક્તિધામ ખાતે છેલ્લા એક વર્ષમાં સ્વર્ગવાસ થયેલા નગરના સ્વજનોને શ્રધ્ધાંજલી આપવા અને શ્રાધ્ધા તર્પણ પુજાવિધિ કરી સમૂહ શ્રાધ્ધ દ્વારા ખીરપુરીનો કાગવાસ નાખવામાં આવ્યો હતો. અને મુક્તિધામ ખાતે સતત 10મી વાર સમુહ શ્રાધ્ધ તર્પણવિધી સાથે સુંદરકાંડના પાઠ યોજાયા હતા.

હારીજ ખાતે સુંદરકાંડ મંડળઅે 50 વર્ષ પૂર્ણ કર્યા છે. મંડળ દ્વારા શ્રાવણ મહિનામાં સતત એક મહિનો રોજીંદા સુંદરકાંડના પાઠ કરવામાં આવે છે.

અને છેલ્લા 10 વર્ષથી મુક્તિધામ ખાતે સમુહ શ્રાધ્ધ તર્પણવિધીના કાર્યક્રમમાં પણ સુંદરકાંડના પાઠ કરાય છે.

હારીજ મુક્તિધામ સમિતી દ્વારા છેલ્લા એક વર્ષમાં નગરમાંથી સ્વર્ગવાસ થયેલા સ્વજનોને શ્રાધ્ધ તર્પણવિધી કરવા માટે દર વર્ષ શ્રાધ્ધના ભાદરવા વદ દસમના રોજ સમુહ શ્રાધ્ધનું આયોજન કરવામાં આવે છે.

રવિવારના રોજ વર્ષ દરમ્યાન 85 સ્વર્ગસ્થોને શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ અને શ્રાધ્ધ તર્પણ વિધિ યોજાઇ હતી. સાથે સાથે સતત 10મી વાર સુંદરકાંડે હનુમાન ચાલીસાના પાઠ યોજાયા હતા.

અન્ય સમાચારો પણ છે...