• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Harij
  • હારિજમાં સીસીટીવી કેમેરા મુકાશે અને રીંગરોડ બનાવાશે : પ્રમુખ

હારિજમાં સીસીટીવી કેમેરા મુકાશે અને રીંગરોડ બનાવાશે : પ્રમુખ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારિજ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખે હારિજના વિકાસ માટે ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વધતી હોઇ હારિજ શહેરની ફરતે એક રીંગરોડ બનાવવા અને બજારોમાં સીસીટીવી કેમેરાઓ મુકવા જણાવ્યું હતુ.નવીન પ્રમુખ તરીકે લલિતાબેને જણાવ્યું હતું કે હારિજ યાર્ડમાં બારેમાસ દૂરદૂરથી ખેડૂતો વેચાણ અર્થે આવતા હોય છે. દિનપ્રતિદિન વાહનવ્યવહાર વધી રહ્યો છે.માટે હારિજ નગરની ફરતે રીંગરોડની જરૂરીયાત છે.બજારોમાં અસામાજિક તત્વો દ્વારા રૂપિયા ભરેલા પાકીટની લૂંટના બનાવો બનતા હોય છે. ચોરી લૂંટના બનાવો પર ચાંપતી નજર નાખવા માટે હાઇવે અને બજારોમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવશે. ગામમાં પાયાની સુવિધા મીઠા પાણી અધુરા રહી ગયેલાં વિસ્તારોમાં પાકા અને સીસીરોડ ઝડપથી બનાવવામાં આવશે.