તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Harij
  • એસટી કર્મીઓએ લેપટોપ સાથેની બેગ મૂળ માલિકને પરત કરી દીધી

એસટી કર્મીઓએ લેપટોપ સાથેની બેગ મૂળ માલિકને પરત કરી દીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હારિજએસટી ડેપોના કર્મચારીઓએ બસમાંથી મળેલી લેપટોપ સાથેની બેગ મૂળ માલિકને પરત કરી હતી.

હારિજ- અમદાવાદ એસટી બસમાં કૃણાલ હરિભાઇ પંચાલ પરિવાર સાથે ચાંદખેડા જઇ રહ્યા હતા. તેઓ ચાંદખેડા પત્ની અને બે બાળકો સાથે સામાન લઇને ઉતરી ગયા હતા. ઘરે પહોંચ્યા તો ખ્યાલ આવ્યો કે એક બેગ બસમાં રહી ગઇ છે. તેઓ તાત્કાલિક ગીતામંદિર બસ સ્ટેન્ડ પહોંચી ગયા હતા. સમયે ડ્રાઇવર મહેતા સંજયકુમાર અશ્વિનભાઇ અને કંડકટર ગોસ્વામી જયેશકુમાર હસમુખપુરી બેગ વિશે ચર્ચા કરી રહ્યા હતા. સમયે પહોંચેલા કૃણાલભાઇએ બેગ તેમની હોવાનું જણાવતાં કંડકટર અને ડ્રાઇવરે ખાત્રી માંગતા ઓફિસના ડોકયુમેન્ટ જરૂરી કાગળો અને આઇ કાર્ડ અને લેપટોપ અને રોકડ રકમ હોવાનું કહેતાં મુસાફરોની હાજરીમાં બેગ ખોલીને ચકાસણી કરી હતી. જે તેમના કહેવા મુજબની હોઇ બેગ પરત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...