તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Harij
 • હારિજના વેપારીઓ ગ્રાહકોને પાકા બિલ આપી ટેક્ષની ચોરી કરતા હોવાની રાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હારિજના વેપારીઓ ગ્રાહકોને પાકા બિલ આપી ટેક્ષની ચોરી કરતા હોવાની રાવ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલુકાના કેટલાક જનતા પ્રતિનિધીઓ દ્વારા મામલતદારને આવેદન

હારીજશહેરમાં કેટલાક વેપારીઓ દ્વારા ગ્રાહકોને પાકા બિલ અપાતા નથી અને વસ્તુ પર પ્રિન્ટેડ કરતાં પણ વધારે ભાવો લઇ ગામડાઓમાંથી આવતી ભોળી પ્રજા સાથે છેતરપીંડી કરાતી હોવાના આક્ષેપ સાથે મામલતદારને આવેદન પત્ર આપી ઘટતુ કરવા રજુઆત કરવામાં આવી હતી.

હારિજ મામલતદાર કચેરી ખાતે સ્થાનીક અગ્રણીઓ વિનોદભાઇ ઠાકર ,માનસિંહ ચૌધરી, કાનજીભાઇ પટેલ સહિતના જાગૃત નાગરીકો મામલતદાર વિજયભાઇ ચાવડાને રૂબરૂ મળી મોટા જથ્થાબંધ વેપારીઓ વિરૂધ્ધ આવેદન પત્ર આપ્યુ હતું.તેમાં જણાવ્યામુજબ હારીજ વેપારી મથકનું મોટુ પીઠુ છે. જયાં દુર દુર થી લોકો ખરીદી માટે આવે છે પરંતુ વેપારીઓ ગ્રાહકને સેલટેક્ષ નંબર વાળા પાકા બીલો આપી મોટાપાયે ટેક્ષ ચોરી કરી રહ્યા છે. નગરમાં મોટા વેપારીઓ નકલી માર્કાવાળી ચિજવસ્તુઓનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ચીજ વસ્તુઓની મૂળકિંમત કરતા વધારે પૈસા લઇ વિસ્તારની ભોળી પ્રજા સાથે છેતરપીંડી કરી રહ્યા છે તેવી રજુઅાત કરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો