• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Harij
  • હારીજ તાલુકાના ગોવના રાવીન્દ્રા સહીતના ગામોમાં નાગદેવતાના મંદિરે મેળા ભરાયા

હારીજ તાલુકાના ગોવના રાવીન્દ્રા સહીતના ગામોમાં નાગદેવતાના મંદિરે મેળા ભરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારીજ : નાગપંચમીના પર્વને લઇ હારિજ તાલુકાના ગોવના, રાવિન્દા, જશોમાવ, વાખુંદર ગામે ભાવિક ભક્તોએ વહેલી સવારથીજ નાગદેવતાને કુલેર ,શ્રીફળ તેમજ કાપડના ઘોડા સહિત નેજા ચડાવી મંદિરે શીશ નમાવી નાગદેવતાના આશિર્વાદ સાથે પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. ગોવના ગામે નાગદેવતાના મંદિર ખાતે ભરાયેલા મેળામાં તંબોડીયા, જમણપુર, સોઢવ સહિતના આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ઉમટી પડી મેળાની મજા માણી હતી. ગરછોડ અને પુછંલ્યા દેસાઇ પરિવાર દ્વારા મંદિરે વાજતે ગાજતે નેજા ચડાવાયા હતા. જોકે વર્ષોની પરંપરા અનુસાર યોજાતી અશ્વદોડ ચાલુ સાલે અતિવૃષ્ટિના કારણે યોજવામાં આવી હતી. માત્ર અશ્વોને ડાન્સ કરાવીને મનોરંજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...