તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Harij
  • બિહારથી 4 વર્ષથી ગુમ થયેલા શખ્સનું વિડીયો કોલથી પરિવાર સાથે મિલન

બિહારથી 4 વર્ષથી ગુમ થયેલા શખ્સનું વિડીયો કોલથી પરિવાર સાથે મિલન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણેક દિવસ પહેલા હારિજથી એક અજાણ્યા યુવકને શહેરના કેટલાક લોકોએ બાળકો અપહરણ કરનારી ગેંગ સભ્ય ગણી પકડીને હારિજ પોલીસ સ્ટેશનમાં લાવી અને શખ્સ સામે અરજી આપી હતી.

આ બાબતે હાલમાં ચાલતી અફવાઓને ગંભીરતા થી લઇ મે.ઇન્ચાર્જ પો.અધિ.ડો.પાર્થરાજસિંહ ગોહિલ સૂચના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.વી.ત્રિવેદી સહિતના પોલીસ સ્ટાફે શખ્સને વિશ્વાસમાં લઇ પૂછપરછ કરતા તેને પોતાનું નામ માંઝી દયાપંડીત બુંદીરામ હોવાનું જણાવેલ તેમજ સદરી શખ્સને ફક્ત તેના ગામનું નામ યાદ હોઇ તેના ગામનું નામ બઢીયા (બિહાર) હોવાનું જણાવેલ જેથી ઇન્ટરનેટના માધ્યમથી તપાસ કરતા સદર ગામના થાના, સમરેરા જિલ્લો નાલંદા (બિહાર)ની હદમાં આવેલ હોઇ ત્યાંની સ્થાનિક પોલીસનો સંપર્ક કરી શખ્સના પરીવારજનોને વિડીયો કોલીંગથી વાતચીત કરાવેલ અને શખ્સના પરિવારજનના જણાવ્યા અનુસાર તે આશરે ચારેક વર્ષ પહેલા ઘરેથી નીકળી ગયેલ હોવાનું તથા અસ્થિર મગજનો હોવાનું જાણવેલ જે શખ્સના પરિવારજનો બિહારથી શખ્સને પરત લઇ જવા સારૂ ગુજરાત આવવા રવાના થયા છે.

આમ હાલમાં અમદાવાદ તથા અન્ય સ્થળોએ બનેલા ધ્યાને લેતા ઘણા નિદોર્ષો વ્યક્તિઓને બાળકો ઉઠાવવા વાળી ગેંગના સભ્યો સમજી લોકઆક્રોશના ભોગ બનતા હોય છે. જેથી જાહેર જનતાને આવી અફવાઓ ફેલાવવી નહિ તેમજ કોઇ ભિક્ષુક કે અસ્થિર મગજના માણસોને આવી ખોટી રીતે હેરાન નહિ કરવા અપીલ છે. તેવું હારીજ PSI વી.વી.ત્રિવેદી જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...