તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Harij
  • હારિજ હેલ્થ ઓફિસ અડિયા ખસેડતાં મા કાર્ડ કઢાવવા હાલાકી

હારિજ હેલ્થ ઓફિસ અડિયા ખસેડતાં મા કાર્ડ કઢાવવા હાલાકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારિજ ખાતે મા અમૃતમ યોજના અંતર્ગત નવા કાર્ડ કઢાવવા માટે ગામડેથી આવતા લોકોને ક્લાસ ટુ અધિકારીના અભિપ્રાય માટે ભારે હાલાકી ભોગાવવાનો વારો આવયો છે. પહેલા હારિજ ખાતે તાલુકા હેલ્થ ઓફિસરના અભિપ્રાય માટેના સહી સિક્કા ત્યાં જ કરી આપવામાં આવતા હતા. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાલુકા હેલ્થ ઓફીસ અડિયા ખાતે ખસેડાતા તાલુકાના લોકોને ધરમધક્કા ખાવા પડે છે. તાલુકા કક્ષાએ ઓફિસ ચાલુ થાય તેવી લોકો ઇચ્છી રહ્યા છે.

હારિજ મામલતદાર કચેરીની બાજુમાં એટીવીટી વિભાગમાં મા હેલ્થ કાર્ડ કાઢવામાં આવે છે. મા કાર્ડ ના ડોકયુમેન્ટમાં ક્લાસ ટુ અધિકારી જેવા કે મામલતદાર, ટીડીઓ, સરકારી તબીબ અથવા નોટરી દ્વારા ખરાઈ કરી સહી સિક્કા કરાતા હોય છે. પણ હેલ્થ વિભાગ ઓફિસેથી ક્લાસ ટુ અધિકારીઓ તાલુકા હેલ્થ ઓફિસર પાસે મોકલતા હોય છે. અત્યાર સુધી હારિજ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર સહી સિક્કા કરી આપતા હતા. જે ઓફિસ હાલમાં અડિયા મુકામે લઇ જવામાં આવી છે. જેના કારણે મા કાર્ડ કઢાવવા આવતા લોકોને અડિયા જઇ તાલુકા હેલ્થ ઓફિસર જોડે સહી સિક્કા કરાવવા જવું પડે છે. અન્ય કોઈ અધિકારી હારિજમાં ખરાઈ કરે અથવા તાલુકા હેલ્થ ઓફિસ તાલુકા મથકે રાખવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...