તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષક છાત્રોને નવોદય પરીક્ષાની તૈયારી કરાવે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિયોદરતાલુકાના ભેસાણા ગામે પગાર કેન્દ્ર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક શિક્ષકે પોતાની શાળામાં અભ્યાસ કરતા ધો. 5ના 25 વિદ્યાર્થીઓને જવાહર નવોદયની પરિક્ષાની પૂર્વ તૈયારી માટે દરરોજ બે કલાક વધારાનું શિક્ષણ આપી માર્ગદર્શન આપી રહ્યા છે. અન્યને પણ પ્રેરણા સ્વરૂપઆ શિક્ષણ કાર્ય સમગ્ર તાલુકામાં દીપી ઉઠ્યું છે.

દિયોદર તાલુકાના ભેસાણા ગામે પ્રાથમિક શાળામાં મુળ હિમતનગરના કરણપુરના જગદીશકુમાર રમણલાલ પટેલ છેલ્લા 16 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ત્યારે છેલ્લા એક વર્ષથી ભેસાણા પ્રાથમિક શાળામાં ધો. 5ના વિદ્યાર્થીઓને શાળાના વધારાના સમયે એટલે કે સવારે 7-30થી 9-30 સુધી બે કલાક પ્રા.શાળામાં 2 વર્ગ ખંડમાં કેન્દ્ર અનુસંધાનપાના-8

સરકારદ્વારા લેવામાં આવતી જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાની પૂર્વ તૈયારી સંદર્ભે ગણિત અને ગુજરાતી વિષયમાં વિદ્યાર્થી સંપૂર્ણ પણે નિપૂણ બની સારી ટકાવારી મેળવી ઉત્તીર્ણ થાય તે હેતુ સંદર્ભે વિશેષ શિક્ષણ આપી રહ્યા છે. ત્યારે દિયોદર તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાના કેટલાક શિક્ષકો ચાલુ શાળા દરમિયાન પણ ગુ્લ્લી મારતા હોય છે. તેમના માટે શિક્ષકનું સેવાકાર્ય ઉત્તમ ઉદાહરણ છે.

શાળામાં મોબાઇલ નથી લાવતા

જગદીશકુમાર પટેલે જણાવ્યુ હતું કે, શાળામાં મોબાઇલનો ઉપયોગ કરતો નથી. મોબાઇલ ઘરે મુકી શાળામાં અભ્યાસ કાર્ય કરાવું છું.

ભેસાણા ગામની બે દીકરીઓએ જવાહર નવોદયમાં પ્રવેશ મેળવ્યો

ભેસાણા ગામની પ્રાથમિક શાળામાં ધો. 5 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીનીઓએ થોડાક વર્ષ અગાઉ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ઉત્તીણ થઇ ધો. 6 માં પ્રવેશ મેળવ્યો છે.

વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ આપવુ ફરજ છે

માનવ જીવનમાં આપણને એક શિક્ષક તરીકેની ફરજ મળી છે ત્યારે ફરજને આપડે વધારેને વધારે સક્ષમતાથી નિભાવી વિદ્યાર્થીઓને પાયાનું પુરતુ શિક્ષણ આપવુ આપડી ફરજ છે. : જગદીશકુમાર પટેલ( શિક્ષક, ભેસાણા)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો