યુવક ભુલથી પાકિસ્તાન જીંદાબાદના ગ્રુપમાં જોઇન્ટ થતાં દોડધામ
દિયોદર તાલુકાના એક નાનકડા ગામનો 14 વર્ષના યુવકના મોબાઇલ નંબર ઉપર કોઇ અજાણ્યા યુવકે લીંક મુકતા યુવકે લીંક ઉપર ક્લિક આપી હતી. જેમાં ભૂલથી યુવકનો નંબર પાકિસ્તાન જીંદાબાદના એક ગ્રુપમાં આ યુવક જોઇન્ટ થઇ ગયો હતો. જેની જાણ અન્ય લોકોને થતાં તાત્કાલિક ધોરણે દિયોદર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. જેમાં દિયોદર પીએસઆઇ પી.ડી. સોલંકીને આ ઘટનાની જાણ થતાં તાત્કાલીક ધોરણે દિયોદરપંથકમાં રહેતો વિપુલ (નામ બદલ્યું છે) જેને દિયોદર પોલીસ મથકે બોલાવી જવાબ લેવામાં આવ્યો હતો.
જેમાં તપાસ દરમિયાન યુવકના મોબાઇલ નંબર વોટ્સઅપ ઉપર કોઇ લીંક આવી જતાં યુવકે ભૂલથી લીંક ઉપર ક્લિક આપતા આ યુવકનો નંબર સીધો પાકિસ્તાન જીંદાબાદ ગ્રુપમાં જોઇન્ટ થઇ ગયો હતો પરંતુ એકાએક ગ્રુપ ડિલેઇટ થઇ ગયું હતું. આ ઘટનાના પ ગલે દિયોદર પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી. પરંતુ સમગ્ર હકિકત બહાર આવતાં પોલીસે રાહતનો દમ લીધો હતો.