તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાનું પ્રથમ સ્માર્ટ પોલીસ સ્ટેશન વડનગરમાં બનાવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડનગરપોલીસ સ્ટેશનને જિલ્લામાં પ્રથમ સ્માર્ટ પોલીસ સ્ટેશનનો દરજ્જો મળશે.મહેસાણા જિલ્લાના પોલીસ સ્ટેશનો પૈકી વડનગરને પસંદ કરવામાં આવ્યુ છે. જિલ્લા પોલીસવડાની દેખરેખ હેઠળ નવીન પોલીસ સ્ટેશનનુ બિલ્ડીંગ તૈયાર થઇ ગયુ છે. જેમાં ડિજીટલ વોર્ડ, અલગ પાર્કિંગ વ્યવસ્થા તેમજ વાઇફાઇથી સજ્જ પોલીસ સ્ટેશન બનશે. કામગીરી ઓગસ્ટના અંત સુધીમાં થઈ જવાની શક્યતા છે.

વડનગરમાં પોલીસ સ્ટેશનની કામગીરી વધુ અસરકારક બનાવવા માટે પોલીસ સ્ટેશનને અદ્યતન બનાવવાના પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે.મહેસાણા જિલ્લાના પોલીસ સ્ટેશનો પૈકી વડનગર પોલીસ સ્ટેશનને સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવવા માટે પસંદ કરાયુુ છે. અા અંગે વડનગર પી.એસ.આઇ. એસ.કે. દેસાઇએ માહિતી અાપતા જણાવ્યુ હતું કે, જિલ્લા પોલીસ વડાની દેખરેખ હેઠળ સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. ઓગસ્ટના અંત સુધીમાં તો સ્માર્ટ પોલીસ સ્ટેશનની કામગીરી પૂર્ણ થઈ જવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં દિયોદરને દેશનું પ્રથમ સર્ટીફાઇડ પોલીસ સ્ટેશન બનાવાયું છે.

શું હશે સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં

દરેકફાઇલોનુ નંબરિંગ, મુલાકાત પહોંચ,અગ્નિશામક યંત્ર,ફર્સ્ટ એઇડ બોક્સ, પીવાનું પાણી, વાઇફાઇ સુવિધા,ડીઝીટલ વોર્ડ,સીસીટીવી કેમેરા,પબ્લીક અને પોલીસ કર્મચારીઓ માટે અલગ પાર્કિંગ વ્યવસ્થા,સીરીયસ અરજીઓની સમય મર્યાદા પણ નક્કી કરાઈ છે, સીસીટીવી કેમેરા,બને ત્યાં સુધી સોલાર લાઈટનો ઉપયોગ કરાશે. જૂના રેકર્ડ માટે રેકોર્ડ બોક્સ તેમજ વિવિધ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો